રાજયના જીએસટી ચીફ કમિશ્નર પી.ડી. વાઘેલા રાજકોટ ચેમ્બરની મુલાકાતે
ગુજરાત રાજયના જીએસટી ચીફ કમિશ્નર પી.ડી. વાઘેલા રાજકોટની મુલાકાતે આવતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ ગૌતમભાઈ ધમસાણીયા, ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, મંત્રી ઉપેન મોદી, સહમંત્રી કિશોરભાઈ રૂપાપરા અને ચેમ્બરની ટેક્ષેશન કમિટીના ચેરમેન અરૂણભાઈ મશરૂએ તેઆને મળી વેપાર ઉદ્યોગ અને નિકાસકારોના રોજબરોજના જીએસટી ને લગતા વિવિધ પ્રશ્ર્નોની રજૂઆત કરી હતી.
રાજકોટ ચેમ્બર તરફથી જીએસટી કાયદાકીય, વહીવટી પ્રશ્ર્નો અને રીફંડને સ્પર્શતા પ્રશ્નો જેવા કે, જીએસટી કાયદામા અલગ અલગ પ્રકારના ફોર્મના કારણે વેપારી પર વધતું ભારણઈ જોબવર્કમાં જીએસટી કાયદામાં દર માસે આઈટીસી રીટર્ન ભરવું બીન જરૂરી હોય તે રદ કરવા સી જીએસટી ફોર્મ સંખ્યામાં ઘટાડો કરવા જીએસટી કાયદામાં રીવાઈઝડ રીટર્ન ભરવાની સગવડ આપવા, જીએસટીનું પ્રથમ વર્ષ છે. આ કર પધ્ધતિ નવી હોવાથી કરદાતાથી ભૂલ થાય તે સ્વાભાવિક ગણી પ્રથમ વર્ષેમાં કોઈ પેનલ્ટી ન લાગે તેવી જોગવાઈ કરવા ફરજીયાત કરેલ છે. તે સીમીત કરી જે ચીજવસ્તુઓમાં કરચોરી જણાતી હોય તેની વસ્તુઓ પૂરતુ ઈવે બીલ રાખવા,
રીફંડ કેસમાં ઓનલાઈન અરજી કર્યા બાદ તથા વિગતો પૂરી પાડયા બાદ પણ રૂબરૂ બોલાવી બીન જરૂરી વિગતો માંગી સ્પષ્ટ ઈરાદા પૂર્વક કનડગત જે દૂર કરવા રીફંડ માટે સામાંતર પધ્ધતિ અને સમય નિયંત્રણની આવશ્યતા લાવી.
ઉપરાંત આયાત નિકાસ ટ્રાન્ઝેકશનમાં જીએસટી રીફંડના વિવિધ પ્રશ્ર્નોની વિગતવાર રજૂઆત કરવામાં આવેલ રાજકોટ ચેમ્બરની જીએસટી પ્રશ્ર્નોની રજૂઆત અંગે જીએસટી ચીફ કમિશ્નરે સહાનૂભૂતિ દર્શાવી રજૂ કરાયેલ પ્રશ્નો પૈકીના વહીવટી નિરાકરણ માટે તુરત યોગ્ય કરવા તથા નિતિવિષયક પ્રશ્નોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત તેઓ કરશે તેવી ખાત્રી આપવામાં આવી છે. તેમ રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવ્યું છે.