શિકાગોમાં આવેલી એક ફેક્ટરીમાં અંધાધુધ ફાઇરિંગ કરવામાં આવ્યું હતું. એક રિપોર્ટ મુજબ, મેરિકાના મિડવેસ્ટર્ન સ્ટેટ ઇલિનોઇસના ઓરારા શહેરમાં એક મેન્યુફેક્ચરિંગ વેરહાઉસમાં એક વ્યક્તિએ ઓપન ફાયરિંગ કરતાં 5 લોકોનાં મોત થયા હતા અને 5 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. જોકે જવાબી કાર્યવાહીમાં પોલીસે હુમલાખોરને પણ ઠાર માર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, શુક્રવારે બપોરે 1.24 વાગ્યે પોલીસને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ઓપન ફાયરિંગના સમાચાર મળ્યા હતા.

Untitled 1 copy 2

ઓરારા પોલીસ ચીફના જણાવ્યા અનુસાર, ફાયરિંગ કરનાર શૂટરની ઓળખ 45 વર્ષીય ગેરી માર્ટિન તરીકે થઇ છે. તે ઓરારાના ઇન્ડસ્ટ્રીયલ કોમ્પલેક્સમાં કામ કરે છે. પોલીસે જવાબી કાર્યવાહીમાં માર્ટિન સામે ફાયરિંગ કર્યુ હતું. જેમાં તેનું મોત થયું હતું.

968953bf215a70904411b9f5c376e2e2

શૂટરની ઓળખ થતાં જાણવા મળ્યું હતું કે, ગેરી માર્ટિન જે કંપનીમાં ફાઇરિંગ કર્યું હતું તે તેજે કંપનીમાં છેલ્લા 20 વર્ષથી કામ કરતો હતો. કોઈ કારણો સર તેને કામ પરથી હટાવવામાં આવ્યો હતો જેને લઈને તેને ચાલુ મિટિંગમાં અંધાધુધ ફાઇરિંગ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.