ટ્રેનની મુસાફરીની એક અલગ જ મજા હોય છે. તેમાં પણ ખાસ કરીને ટ્રેનની બારી પાસે બેસવાની અથવા દરવાજા પાસે ઉભવાની મજા કઈ અલગ જ હોય છે. ભારતમાં રોજ લખો લોકો ટ્રેનની મુસાફરી કરતા હશે. ટ્રેનની મુસાફરીમાં જેટલો સફર લાંબો એટલી જ મજા વધુ આવે. જો તમે ટ્રેનમાં સફર કરવાના શોખીન હોવ તો તમને દેશના સૌથી સુંદર 5 રેલવે ટ્રેક વિશે જણાવીએ. જેની સુંદરતા જોઈ અચૂક તમે ત્યાં સફર કરવાનું વિચારશો.
કાશ્મીર ઘાટી
કાશ્મીર ઘાટી વચ્ચે જે રેલમાર્ગ છે ત્યાંની મુસાફરી કરવી એ એક લાહવો છે. ત્યાં આજુ બાજુનો સમગ્ર વિસ્તાર બરફથી ઠંકાયેલો જોવા મળે છે. તે સાથે યાત્રામાં વચ્ચે આવતા પહાડ-પર્વતો તમારા આ સફર ને એક અદભુત બનાવી દે છે. ત્યાં મુસાફરી દરમિયમ તમને એવું લાગે કે તમે સ્વર્ગની સફર કરી રહ્યા છો.
ગોવા (વાસ્કો ડી ગામા)
આ ટ્રેન ગોવા અને કર્ણાટક બોર્ડર પર સફર કરે છે. આ સફરની વિશેષતાએ છે કે ત્યાં પહાડો, મેદાનો અને સમુદ્ર કાંઠાની મજા એક સાથે લઈ શકો છો. આ ટ્રેન દુનિયાના સૌથી ઉંચા ધોધ દૂધસાગર થઈને ગુજરે છે. આ ધોધનો નજારો એક દમ મનમોહક હોય છે.
નીલગિરી પર્વત
નીલગિરી પર્વત રેલ્વે તે તમિલનાડુના મેટ્ટુપ્લાયયમથી ઉટી સુધી વિસ્તરેલ છે. 1908 માં બનેલી આ ટ્રેન નીલગિરી પર્વતમાળાના લગભગ 16 ટનલ અને 250 બ્રિજ પરથી પસાર થાય છે. આ 16 ટનલ અને 250 બ્રિજ પર જયારે ટ્રેન પસાર થાય ત્યારે તેનો નજારો જોવા લાયક હોય છે.
દાર્જિલિંગ
દાર્જિલિંગ ટોય ટ્રેન જે રેલ્વે ટ્રેક પર સફર કરે છે તે ભારતનો સૌથી જૂનો પર્વત રેલ્વે માર્ગ છે. આ સફર ન્યૂ જલપાઈગુરીથી શરૂ થાય છે. તેમાં વચ્ચે ચાના ખેતરો, પર્વતો અને ગાઢ જંગલની વચ્ચેથી પસાર થાય છે. આ સફરમાં તમને એવું લાગશે કે તમે ભાગમભાગી વારી દુનિયાથી બહુ દૂર આવી ગયા છો.
કેરળ (એર્નાકુલમ-કોલ્લમ- ત્રિવેન્દ્રમ)
તેની મનોહર સુંદરતા માટે જાણીતું આ ટ્રેન રૂટ તમને તમારા જીવનનો શ્રેષ્ઠ ટ્રેન પ્રવાસનો અનુભવ આપે છે. આ ટ્રેન પ્રખ્યાત બેકવોટર્સ પરથી પસાર થાય છે. આ સફર દામિયાં તમને એવો ભાષ થશે કે તમે કુદરતના ખોળે જુલો છો. એક વાર સફર કર્યા બાદ ફરી પાછી તમને અહીં સફર કરવાની ઈચ્છા થશે.