છોટાઉદેપુર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આત્મા પ્રોજેકટ દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને ખેડૂતોમિત્રો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે માસ્ટર ટ્રેનરો દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.
છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ વિશે વિવિધ સ્થળોએ તાલીમ આપવામાં આવી હતી. જેમાં કવાંટ તાલુકામાં ૬૩ તાલીમોનું આયોજન કરી ૧૬૪૫ ખેડૂતોને તાલીમ આપવામાં આવી, છોટાઉદેપુર તાલુકામાં ૮૫ તાલીમોનું આયોજન કરી ૨૩૧૭ ખેડૂતોને તાલીમ આપવામાં આવી, જેતપુરપાવી તાલુકામાં ૧૪૫ તાલીમોનું આયોજન કરી ૪૧૧૬ ખેડૂતોને તાલીમ આપવામાં આવી, નસવાડી તાલુકામાં ૨૩૦ તાલીમોનું આયોજન કરી ૬૫૦૨ ખેડૂતોને તાલીમ આપવામાં આવી, બોડેલી તાલુકામાં ૧૮૩ તાલીમોનું આયોજન કરી ૪૯૨૦ ખેડૂતોને તાલીમ આપવામાં આવી અને સંખેડા તાલુકામાં ૯૯ તાલીમોનું આયોજન કરી ૨૬૩૫ ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ૮૦૫ તાલીમોનું આયોજન કરી ૨૨૧૩૭ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિના મુખ્ય આયામો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, વાપ્સા, ખાટી છાસ, ગૌ મૂત્ર, રાખના ઉપયોગ વિશે ખુબ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને મીક્ષ પાક માહિતગાર કરવામાં આવ્યા હતા.પાકમાં થતા જીવાતોને નિયંત્રણ કરવા માટે અગ્નિઅસ્ત્ર, નિમાસ્ત્ર ,બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ આપવામાં આવી હતી.તેમ જ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.