ગુનાઓનો બાદશાહ દાઉદ અને શકીલ વચ્ચેની દરારોથી ભારત-પાકની સુરક્ષા એજન્સીઓ સતર્ક!
મુંબઈ હુમલાનો મુખ્ય આરોપી દાઉદ અને તેના ગુનામાં બરાબરનો હિસ્સો ધરાવતો તેનો વિશ્ર્વાસુ સાથી છોટા શકીલ વિશે મહત્વપૂર્ણ જાણકારી મળી છે કે આ બંને સાથીઓ હવે સાથે નથી દાઉદ ઈબ્રાહીમથી છોટા શકીલે છેડો ફાડી દીધો છે.
જણાવી દઈએ કે, વર્ષ ૧૯૮૦માં મુંબઈ છોડયા બાદ છશેટાશકીલ દાઉદની સાથે કરાચીનાં રેડકલીપ એરિયામાં રહેતો હતો. અને છેલ્લા ૩ દાયકાથી આ બંને સાથે હતા. છોટા શકીલ ઈબ્રાહીમ માટે કામ કરતો પરંતુ હવે આ બંને સાથે રહ્યા નથી આ માટેનું કારણ એવું પણ સામે આવી રહ્યું છે. દાઉદનું પરિવાર તેમની આ દોસ્તી પર ભારે પડયું અને એટલા માટે જ આ બંનેએ એકબીજાથી છેડો ફાડી લીધો.
ગુનાઓનો બાદશાહ દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલ વચ્ચેની દરારોનું કારણ દાઉદનો નાનો ભાઈ અનીસ પર હોવાનું સામે આવી રહ્યું છે. જેણે તાજેતરમા જ ગેંગના કામોમાં હસ્તક્ષેપ કરવાનુ શરૂ કર્યું છે. અને અનીસ ઈબ્રાહીમના આ હસ્તક્ષેપે શકીલના પેટમાં તેલ રેડયું અને દાઉદનો સાથ છોડયો.
દાઉદ અને શકીલનાં છુટા પડવાની તેમની ગેંગ પણ વિખેરાઈ ગઈ છે. મુંબઈમાં પાછલા ઘણા વર્ષોથી ગેંગના સભ્યો શકીલના આદેશને દાઉદનો આદેશ માનતા હતા. તો હવે ગેંગ માટે એ મુશ્કેલ છે કે તેઓ હવે કોને બોસ માને. સુત્રોના જણાવ્યા અનુસાર, છોટા શકીલ હાલ કોઈ વેસ્ટર્ન એશિયાઈ દેશમાં ડેરા નાખ્યા છે.જેની ખબર હજુ કોઈને નથી. ઈન્ટેલીજન્સ બ્યુરોના સુત્રોનું કહેવું છે કે દાઉદ અને શકીલની વચ્ચે થયેલી દરારોથી ભારત અને પાકિસ્તાનમાં સુરક્ષા એજન્સીઓ વધુ સચેત બની ગઈ છે.