ડોન છોટા રાજન દોષી જાહેર, જિજ્ઞા વોરાને મળી મુક્તિ …
જજ સમીર અજકરે કેસમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને દોષી ગણાવ્યો છે. જેડેની હત્યા કરવાના મામલે સાત વર્ષ બાદ આજે ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો…..
જજ સમીર અજકરે કેસમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને દોષી ગણાવ્યો છે. જેડેની હત્યા કરવાના મામલે સાત વર્ષ બાદ આજે ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો. તો બીજી તરફ અન્ય બે આરોપી જિજ્ઞા વોરા અને પોલ્સનને આ કેસમાં મુક્ત કરવામાં આવ્યા છે. ફરિયાદ પક્ષના અનુસાર માફિયા છોટા રાજનને એમ લાગતું હતું કે જેડે તેના વિરૂદ્ધ લખતા હતા, જ્યારે મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનું મહિમામંડન કરે છે. ફક્ત આ કારણે જ છોટા રાજને પત્રકાર જેડેની હત્યા કરાવી હતી. તેણે જ આ હત્યાકાંડનું કાવતરું રચ્યું હતું. પુરાવા તરીકે કેટલાક એકસ્ટ્રા જ્યૂડિશિયલ કંફેશન છે.
Gangster Chhota Rajan convicted in journalist Jyotirmay Dey murder case, while journalist Jigna Vora & Joseph Paulsen acquitted by MCOCA court in Mumbai. pic.twitter.com/6lNvxVrBsQ
— ANI (@ANI) May 2, 2018
છોટા રાજનના વકીલ અંશુમન સિંહા ના મુજબ ફરિયાદી પક્ષનું કહેવું ખોટું છે. છોટા રાજનના નામથી કરવામાં આવેલા બધા કોલ્સ બનાવટી છે. તેની કોઇ જાણકારી છોટા રાજનને ન હતી. જોકે છોટા રાજન વિરૂદ્ધ આ આરોપ છે કે જેડેની હત્યા બાદ જ્યારે હાહાકાર મચી ગયો હતો, ત્યારે રાજને ઘણી ન્યૂઝ ચેનલોની ઓફિસમાં ફોન ગયો હતો .
છોટા રાજને કહ્યું હતું કે તે જેડેને ફક્ત ધમકાવવા માંગતો હતો. તેનો ઇરાદો તેની હત્યા કરવાનો ન હતો. ફરિયાદી પક્ષે આ રેકોર્ડિંગને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કર્યું હતું. તે દિવસોમાં વિદેશમાં બેઠેલા રાજને શૂટર સતીશ કાલિયા અને તેના સાથીઓની મદદ લીધી. પત્રકાર જિગના વોરાએ જેડેના હત્યારાની ઓળખ કરવામાં રાજનના ગુંડાઓની મદદ કરી હતી જેવા આરોપસાર તેના વિરૂદ્ધ કેસ ચલાવેલ અને તેને કોર્ટએ પુરાવાના અભાવે મુક્ત કરેલ છે.
આ સનસનીખેજ હત્યાકાંડ બાદ મુંબઇ પોલીસ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આરોપી કેવી રીતે જેડેનો પીછો કરતા હતા. મીડિયાને પણ તે સમયે સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલના અનુસાર ફૂટેજમાં દેખાતા લોકો તે જ હત્યારા હતા જે જેડેનો પીછો કરતા હતા. અંતમાં તેમણે જ જેડેને ગોળી મારી હતી.
સંતોષ દેશપાંડે, સતીશ કાલિયા સહિત બે અન્ય આરોપીઓના વકીલનું કહેવું છે કે કોર્ટમાં ઉપરોક્ત બધા પુરાવા લાવવામાં આવ્યા નથી. બે વર્ષ પહેલાં જ્યારે રાજનને ઇંડોનેશિયાથી લાવવામાં આવ્યો હતો. ત્યારથી આ કેસ મુંબઇ પોલીસથી લઇને સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. સરકારી વકીલ પ્રદીપ ઘરાતે 155 સાક્ષીઓને રજૂ કર્યા હતા અને કેશને મજબૂતાઈ થી રજૂ કર્યો હતો.
તિહાડ જેલમાં બંધ છોટા રાજનના જે વોઇસ સેમ્પ્લ લેવામાં આવ્યા હતા, તે પણ અન્ય અવાજો સાથે મેચ થઇ ગયા હતા.જેનો વોઇસ ટેસ્ટનો આ રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે બેલેસ્ટિક અને વૈજ્ઞાનિક પુરાવા ફરિયાદી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. તેમને લાગે છે કે આ બધા પુરાવા અને સાક્ષીઓના નિવેદનો આરોપીઓને સજા અપાવવામાં સફળ થશે. અને અન્ય આરોપીઑને પણ સજા મળસે એવી આશા રાખેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com