મોદી સ્કૂલના બાળકોએ સેવા ક્ષેત્રે ઉમદા દાખલો પુરો પાડયો
દેશમાં વૃદ્ધો માટે કામ કરતી સંસ્થા હેલ્થ એઈઝ ઈન્ડિયા તથા મોદી સ્કૂલના સંયુકત ઉપક્રમે શાળાના બાળકો દ્વારા ફંડ એકત્ર કરી રાજકોટમાં કિડની ક્ષેત્રે ગરીબ દર્દીઓ માટે કામ કરતી સંસ્થા બી.ટી.સવાણી કિડની હોસ્પિટલને અંદાજીત સાત લાખના એવા અત્યાર સુધીમાં કુલ ૫ ડાયાલીસીસ મશીન અર્પણ કરવામાં આવેલ છે. હેલ્થ ઈઝ ઈન્ડિયાના સંયુકત ઉપક્રમે મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના ફેમિલી તરફથી અને અન્ય ઘરે-ઘરે જઈ સારો એવો ફાળો ભેગો કરી ઓલ એડ્સ પિપલ માટે સંસ્થા હેલ્થ ઈઝ ઈન્ડિયા બંને સાથે મળીને વધુ એક ડાયાલિસીસ મશીન બી.ટી.સવાણી હોસ્પિટલને વિદ્યાર્થીઓ ડોનેટ કર્યું હતું.
સ્કૂલના ડાયરેકટર ડો.રસ્મિકાંત મોદીએ કહ્યું હતું કે, અમને જણાવતા ખુશી થાય છે કે હેલ્થ ઈઝ ઈન્ડિયા દ્વારા સેવ પ્રોગ્રામ તમામ સ્કૂલમાં ચલાવવામાં આવે છે. સ્ટુડન્ટસ એકસચેન્જ ઓફ વેલ એજયુકેશન જેના અંતર્ગત સ્કૂલ બાળકોને પ્રોત્સાહન કરે છે. તેમને પોતાના દાદા-દાદી, નાના-નાની સાથે બીજા વૃદ્ધ લોકોની પણ મદદ કરે તે જણાવતા ખુશી થાય છે. શુકલા હતક ધો.૬માં ભણે છે. મેં મારા પેરેન્ટ્, મારી સોસાયટીમાંથી અને મારી પોકેટમનીમાંથી ફાળો ભેગો કર્યો છે. મને ખુશી થાય છે કે હું બધાને મદદ કરું છું. જેનાથી બીજાને ફાયદો થાય અને તેમની તબિયત સારી થઈ જાય. બીજા લોકોને કહીશ કે તમે બીજાની સેવા કરો જેથી તમને બીજાના આશીર્વાદ મળશે અને તમારું સારું થશે.
ડો.બ્રિજેશ અનંતરાય જોષીએ કહ્યું હતું કે, મારી ભાણેજ મોદી સ્કૂલમાં ભણે છે. રસ્મિનભાઈ મોદી સાહેબ સ્કૂલની ખુબ જ માવજત કરે છે. અભ્યાસ કરાવવા સિવાયની તમામ પ્રવૃતિઓ હોસ્પિટલ દરેક ધ્યાન રાખવું, ડોનેશન કરવું. ગૌશાળામાં જઈને ડોનેશન કરવું અન્ય સંસ્થામાં જે-જે જરૂર હોય તેની સહાય કરે છે જેમાં દરેક વિદ્યાર્થી પોતે ફાળો ઉભો કરે છે. સમાજમાં જાય છે અને બીજા પાસે જાય છે અને ફાળો એકત્ર કરે છે.
બી.ટી.સવાણી હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી જેન્તીલાલ ફળદુએ કહ્યું હતું કે, મોદી સ્કૂલ દ્વારા સવાણી હોસ્પિટલને ૫મું ડાયાલીસીસ મશીન ડોનેટ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી મોદી સ્કૂલ અને હોપ ઈઝ ઈન્ડિયા દ્વારા ૭.૫૦ લાખ રૂપિયાનું આવે છે. આ મશીન ચાર શીપમાં પેસેન્ટનું ડાયાલીસીસ કરવામાં આવે છે એટલે પાંચ વર્ષ સુધી મશીન બાળકોના ફંડમાંથી દરેક દર્દીઓને હેલ્થ મળશે.બાળકો ચહેરો જોતા સ્કૂલનું અને સંસ્થાનું જે કામ કર્યું છે તો તેમના માટે મારી પાસે શબ્દો નથી કે સૌરાષ્ટ્ર પ્રજાવતી આભાર માનું. મોદી સ્કૂલના બાળકો દ્વારા નાના નાના બાળકોને સારા-વિચારો ડેવલોપમેન્ટ કરવાની પ્રેરણા આપી રહ્યા છે જે અભિનંદનને પાત્ર છે.