કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા વિવિધ રાજય પોલીસની વચ્ચે કાર્ય પધ્ધતિ, એક બીજાના કૌશલ્ય, સંસ્કૃતિ અને સામાજીક વ્યવસ્થા અંગેની માહિતીનું આદાન-પ્રદાન થશે

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ છત્તીસગઢ પોલીસને રાજકોટ રૂરલ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને  દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા થતી કામગીરીની  સમજ આપી

કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા એક  રાજયની પોલીસ બીજા રાજયની પોલીસની કાર્યપધ્ધતિથી માહિતગાર થાય તે ઉદેશથી એક ભાતર શ્રેષ્ઠ ભારત  પ્રોજેકટ તૈયાર  કરાયો છે જેઅંતર્ગત છતીસગઢ પોલીસની ટીમ રાજકોટ રેન્જના રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, અને દેવભૂમિ દ્વારકામાં કરવામાં આવતી કામગીરી અને પોલીસ પરિવાર કલ્યાણ અર્થે   ચાલતી વેલફેર પ્રવૃત્તિ અંગે રેન્જ આઈ.જી. અશોકકુમાર  યાદવે વિસ્તૃત  જાણકારી આપી હતી.

કેન્દ્ર સરકારની ” એક ભારત શ્રેષ્ઠ ભારત” યોજના અંતર્ગત જુદા જુદા રાજયોની પોલીસ એક બીજા રાજયમાં જઇને સાંસ્ક્રુતિક, સામાજીક વિવિધતાથી વાકેફ થાય અને રાજય પોલીસની કાર્યપધ્ધતીઓથી અવગત થાય તે હેતુથી છતીસગઢ રાજયના 15 પોલીસ જવાનો ગુજરાતના  રાજકોટ રેન્જ ખાતે તા.26/06/2023 થી 15/07/2023 સુધી આવેલા છે. જે અંતર્ગત રાજકોટ રેન્જના વડા અશોકકુમાર યાદવ દ્વારા સામાજિક ભૌગોલિક અને કાયદાકીય વિષય ઉપર માર્ગદર્શન આપ્યું હતું. તેમજ રેન્જના  રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભુમિ દ્વારકા વિ. જિલ્લાઓમાં ચાર-ચાર દિવસ સુધી રોકાયને પોલીસ માળખાથી અવગત થશે. આ ઉપરાંત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોની વિજીટ કરાવીને પોલીસની કાર્યપધ્ધતીથી અવગત કરાવવામાં આવશે. આ અંતર્ગત પોલીસ અધિક્ષક સાથેની મુલાકાત, પોલીસ અધિક્ષક ની કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત અને કામગીરીથી વાકેફ કરવા, જિલ્લા પોલીસ હેડ ક્વાટરના માળખાની સમજણ  તેમાં ચાલી રહેલી પોલીસ વેલફેર , સ્ટુડન્ટ પોલીસ કેડેટ, સુરક્ષા સેતુ  યોજના હેઠળ ચાલી રહેલી કામગીરીથી વાકેફ કરવા, જિલ્લા પોલીસ કમાન્ડ એન્ડ કંન્ટ્રોલરૂમની મુલાકાત અને કામગીરી, ઇ-ચલણ અંગેની માહિતી, પોલીસ હેડ ક્વાટરની વિવિધ શાખાઓ જેવી કે, આર્મ વર્કશોપ, બી.ડી.ડી.એસ., ક્યુ.આર.ટી., માઉન્ટેડ, જી.આર.ડી., હોમગાર્ડ અને વાયરલેશ વિગેરે વિભાગોની મુલાકાત લઈ તેમાં ચાલી રહેલી કામગીરીથી વાકેફ કરવામાં આવનાર છે. આ ઉપરાંત જિલ્લામાં ચાલી રહેલ વેલફેર પ્રવુતીઓ જેવી કે, ડીસ્પેન્સરી, સી.પી.સી. કેન્ટીન, લાયબ્રેરી, જીમ, કોમ્યુનીટી હોલ, પાર્ટી પ્લોટ, આર.ઓ.પ્લાન વિ. સ્થળોની મુલાકાત કરી માહિતી આપવામાં આવનાર છે. પોલીસ સ્ટેશનોની મુલાકાત દરમ્યાન કોમ્યુનીટી પોલીસીંગ અંતર્ગત બંને રાજયોની પોલીસ વચ્ચે સંવાદ યોજીને સિનીયર સીટીઝનો, પોલીસ મિત્રો તથા શાંતી સમિતીના સભ્યો, ફિશરમેન અને વોચરગ્રુપથી અવગત કરાવી તે કામગીરીથી પણ અવગત કરવામાં આવનાર છે.

આ ઉપરાંત પોલીસ સ્ટેશનની રુટીન કામગીરી, પોલીસ તપાસ, પોલીસ રેકોર્ડ, ઇ-ગુજકોપ જેવી કામગીરીથી પણ વાકેફ કરવામાં આવનાર છે. જિલ્લાના જુદા જુદા જોવાલાયક સ્થળોની મુલાકાત કરાવીને ગુજરાતની સામાજીક અને સાંસ્ક્રુતીક વારસાથી અવગત કરવામાં આવનાર છે. આ સમગ્ર પ્રોજેકટનુ રાજકોટ રેન્જ સ્તરનુ મોનીટરીંગ રાજકોટ રેન્જ મારફતે કરવામાં આવશે. અત્રેની રાજકોટ રેન્જના આ પ્રોજેકટના નોડલ તરીકે રાજકોટ ગ્રામ્યના ડીવાયએસપી  એચ.એસ. રત્નુ,  નિયુકત કરવામાં આવી છે.

છત્તીસગઢ પોલીસ ગઇકાલે રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવને મળ્યા બાદ 6 જૂનથી 29 જૂન સુધી રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી જેવી કે એસ.પી. કચેરીની મુલાકાત, એલસીબી, એસઓજીની કામગીરી માહિતી મેળવશે. પોલીસ પરિવાર કલ્યાણ માટે ચાલતી વેલફેર યોજના અંગેની માહિતી મેળવશે. કમાન એન્ડ કંટ્રોલ તેમજ ટ્રાફીક ઇ-ચલણની માહિતી આપવામાં આવશે. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ક્યુઆરટી, માઉન્ટેડ, જીઆરડી, હોમ ગાર્ડ અને વાયરલ લેસ સહિતની વિવિધ બ્રાન્ચોની મુલાકાત લેશે. પોલીસ વેલફેર દ્વારા ચાલતી સીપીસી કેન્ટીન, લાયબ્રેરી, જીમ, કોમ્યુનીટી હોલ, પાર્ટી પ્લોટ, આરઓ પ્લાન્ટ આપવામાં આવશે. જિલ્લાના સિનિયર સિટીઝનો, પોલીસ મિત્રો અને શાંતિ સમિતિના સભ્યો સાથે મુલાકાત પણ યોજવામાં આવશે. ગુજરાતમાં ગુનાખોરીને ડામવા શરૂ કરાયેલા ગુજકોપની કામગીરીથી પણ છત્તીસગઢ પોલીસને વાકેફ કરવામાં આવશે.

છત્તીસગઢ પોલીસ 15 જુલાઇ સુધી રોકાશે

03 4

છત્તીસગઢ પોલીસ ટીમ તા.26 જૂને રાજકોટ ગ્રામ્ય, તા.30 જૂને સુરેન્દ્રનગર, તા.4 જુલાઇએ મોરબી, તા.8 જુલાઇએ જામનગર અને તા.12 જુલાઇએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે જશે. પાંચેય જિલ્લાની સામાજીક અને સાંસ્કૃતિક માહિતીનું આદાન-પ્રદાન કરનાર હોવાથી તા.15 જુલાઇ સુધી છત્તીસગઢ પોલીસ રાજકોટ રેન્જમાં રોકાણ કરશે. તેમ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવે જણાવ્યું છે.

ગુજરાતના 15 પોલીસ કર્મચારીને છત્તીસગઢ મોકલાશે

છત્તીસગઢ પોલીસ ટીમ રાજકોટ રેન્જના રાજકોટ રૂરલ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાની તા.26 જૂનથી 15 જુલાઇ સુધી રોકાઇ વિવિધ માહિતી મેળવશે. આ રીતે ગુજરાત પોલીસના 15 કર્મચારીઓને છત્તીસગઢના ઝાંઝગીર-ચાંપા જિલ્લા ખાતે મોકલવામાં આવશે. ગુજરાત પોલીસ છત્તીસગઢની પોલીસની કાર્યપધ્ધતિ, પોલીસનો વેલફેર ઉપરાંત સામાજીક અને સાંસ્કૃતિક માહિતી મેળવશે. આ કાર્યક્રમ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક ભારત કાર્યક્રમ અંતર્ગત એક રાજ્યની પોલીસ બીજા રાજ્યની પોલીસની કામગીરી સહિતની માહિતીનું આદાન-પ્રદાન કરી શકે. તે હેતુસર ગુજરાતના 15 પોલીસ કર્મચારીઓને છત્તીસગઢ રાજ્યમાં મોકલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.