ભૂપેશ બઘેલે સોમવારે છત્તીસગઢના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ આનંદીબેન પટેલે તેઓને પદ અને ગોપનીયતા શપથ લેવડાવ્યા. બઘેલ ઉપરાંત ટીએસ સિંહદેવ અને તામ્રધ્વજ સાહુએ મંત્રી પદના શપથ લીધા. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક અન્ય દળોના નેતા મંચ પર હાજર રહ્યા.

શપથના થોડાં કલાકો પહેલાં જ વરસાદના કારણે સમારંભ સ્થળ બદલવામાં આવ્યું હતું. પહેલાં શપથ ગ્રહણ સમારંભ સાયન્સ કોલેજ મેદાનમાં થવાનો હતો, જે હવે બલવીર સિંહ જુનેજા ઇનડોર સ્ટેડિયમમાં થઇ રહ્યો છે.


ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, શરદ યાદવ, નવજોત સિંહ સિદ્ધુ, સચિન પાઇલટ, રાજ બબ્બર, જતિન સિંહ, નવીન જિંદલ, રાજીવ શુક્લા, આનંદ શર્મા, ગુરૂદાસ કામત, મલ્લિકાર્જુન ખડગે, મોહસીના કિદવઇ, પ્રમોદ તિવારી, ફારુખ અબ્દુલ્લા, નારાયણ સામી, અશોક ગેહલોત પણ સમારંભમાં સામેલ થયા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.