પ્રથમ દિવસે નાટક સ્પર્ધા, હેન્ડીક્રાફ્ટ સ્પર્ધામાં આશરે વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા બતાવી
જે.જે. કુંડલિયા કોલેજની 50મી વર્ષગાંઠ એટલે કે સુવર્ણ જયંતિ નિમિતે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “મેરા ટેલેન્ટ મેરી પહેચાન”ના શીર્ષક હેઠળ ચાર દિવસીય કાર્યક્રમનું બાલભવન મનુભાઈ વોરા હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આયોજનમાં ડાન્સ,નાટક,ગાયન જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા બતાવશે. આ સ્પર્ધામાં પ્રાથમિકથી લઈ કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.
આશરે 700 થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. પ્રથમ દિવસે નાટક સ્પર્ધા અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આશરે 80 થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નાટક સ્પર્ધા માટે અલગ અલગ 13 ટીમો ભાગ લીધો છે તેમાં દરેક ટીમમાં છ વિદ્યાર્થીઓ ભાગ લીધો છે.
હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનમાં રાજકોટની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ પોતાની કલાકૃતિઓ રજૂ કરી હતી તેમજ આ સમગ્ર આયોજનની સ્પર્ધા ઓમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થીઓને તેમજ તેમની શાળાઓને રોકડ તથા શીલ્ડ જેવા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં 750 વિદ્યાર્થીઓ ભાગ લીધો: પ્રીતીબેન ગણાત્રા
અબતક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જે.જે. કુંડલીયા કોલેજના પ્રિન્સિપાલ પ્રીતિબેન ગણાત્રાએ જણાવ્યું હતું કે, આજે પ્રથમ દિવસે નાટક તેમજ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. નાટક સ્પર્ધામાં એ ભાગ લીધો છે અને દરેક ટીમમાં છ વિદ્યાર્થીઓ છે નાટક સ્પર્ધા ની અંદર પ્રાથમિકથી લઈ કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે ચાર દિવસે આ કાર્યક્રમમાં આશરે 750 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.
સ્પર્ધકોનું રોકડ તથા પુરસ્કારોથી સન્માન કરાયું:અલ્પનાબેન ત્રિવેદી
અબતક મીડિયા સાથે થયેલા સંવાદમાં અલ્પના ત્રિવેદી જણાવે છે કે, મેરા ટેલેન્ટ મેરી પહેચાન નામે કાર્યક્રમમાં અલગ અલગ સ્પર્ધાઓ યોજવા જઈ રહી છે જેમાં 700 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે ડાન્સ ગાયન તેમજ નાટક જેવી સ્પર્ધાઓ આ ચાર દિવસીય કાર્યક્રમમાં યોજાવવા જઈ રહી છે અ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ પોતાની અંદર રહેલી પ્રતિભા ને લોકો સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ ના પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ આવશે તેનું સન્માન કરવામાં આવશે તેમજ દરેક વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને સંસ્થાઓનું પણ સન્માન કરવામાં આવશે.
આજે અહી મારી પ્રતિભા બતાવવાનો મને મોકો મળ્યો છે: નૈનુજી દર્શિતા
હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનમાં ભાગ લીધેલ નૈનુજી ઈશિતા જણાવે છે કે, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ આવેલી શ્રી કસ્તુરબા હાઈસ્કૂલમાં હું ધોરણ 12માં અભ્યાસ કરું છું આજે કોલેજ જે.જે.કુંડલીયા કોલેજની સુવર્ણ જયંતી એટલે કે 50 વર્ષ પૂર્ણ થવા પર આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા એક વર્ષથી મને હેન્ડીક્રાફ્ટ પ્રતિ રૂચી હતી અને આજે મારી પ્રતિભા બતાવવાનો મને અહીં મોકો મળ્યો છે મેં આજે હેન્ડીક્રાફ્ટ સ્પર્ધામાં ઉનથી ગુથેલી મોજડી બનાવી છે.