મંડળીની કામગીરીને બિરદાવતા હરીભાઈ ઠુંમર

ઉપલેટા પીપલ્સ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.ઉપલેટાની છઠ્ઠી વાર્ષિક સાધારણ સભા મંડળીના ચેરમેન અને ભૂતપૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રાના પ્રમુખ સ્થાને મળેલ હતી. આ સાધારણ સભામાં સને ૨૦૧૮-૧૯ના વાર્ષિક હિસાબ-કિતાબ,આવક-જાવક-સરવૈયું વિગેરે વાંચી લેવામાં આવેલ જે સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ અને અત્યાર સુધીની પ્રગતિ અને આગામી દિવસોની કરવાની થતી કામગીરી વિગેરે બાબતે વિગતે છણાવટ કરવામાં આવેલ હતી. તેમજ મંડળીના સને ૨૦૧૭-૧૮ ના વર્ષમાં ૪% ટકા ડીવીડન્ડ જાહેર કરવામાં આવેલ હતુ જેને તાલીઓના ગડગડાટી વધાવી લેવામાં આવેલ હતું.

આ સાધારણ સભા પુરી થયા બાદ મંડળીના સભાસદોના બાળકો જે સ્કુલમાં અભ્યાસ કરતા હોય તે સ્કૂલમાં ધોરણ ૧થી ૯ સુધીના અભ્યાસક્રમમાં પોતાના વર્ગમાં ૧થી ૩ નંબર સુધી આવેલા વિદ્યાર્થીઓને શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ ઈનામ વિતરણ કાર્યક્રમમાં ઉપલેટાનગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ રાણીબેન ચંદ્રવાડીયા તેમજ લેઉઆ પટેલ સમાજના ટ્રસ્ટી મંત્રી દામજીભાઈ રામાણી તેમજ ટ્રસ્ટી શાંતિભાઈ ગજેરા તેમજ બટુકભાઈ પુરાણી,વિઠ્ઠલભાઈ સોજીત્રા,ડો.આર.કે.સોજીત્રા અને મગનભાઈ રૂપાપરા તથા ભરતભાઈ રાણપરીયા ખાસ ઉપસ્તિ રહીને બાળકોને પ્રોત્સાહિત કરેલા.

આ કાર્યક્રમમાં હરીભાઈ ઠુંમર તેમજ શાંતિભાઈ ગજેરાએ પ્રાસંગીક પ્રવચન કરેલ અને મંડળી વાઈસ ચેરમેન કે.ડી.ગજેરા, મેનેજીંગ ડાયરેકટર  કુંભાણી, વ્યવસપક સમિતીના સભ્યો મુકેશભાઈ ડોબરીયા, વલ્લભભાઈ સખ્યા, કિરીટભાઈ રાણપરીયા, પરેશભાઈ ઉચદડીયા, દિગેશભાઈ સોજીત્રા, એડવોકેટ મનસુખભાઈ સોજીત્રા, પ્રભાવતીબેન મુરાણી વિગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા કામગીરી કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.