કોરોના વાયરસની બીજી લહેરમાં કેસ ઝડપથી વધતા મૃત્યુઆંક પણ વધ્યો છે આવા કપરાકાળમાં ઓક્સિજન તેમજ રેમડેસીવીર ઈન્જેક્શનોની પણ અછત ઊભી થઈ છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવા હાલ ઇન્જેક્શન અને ઓક્સિજન જ જાદુઈ છડી હોય તેમ રેમડેસીવીર ઇન્જેક્શન અને ઓક્સિજનના બાટલા ખરીદવા માટે હોસ્પિટલ તેમજ કેન્દ્રોની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. આ માટે લોકો પડાપડી કરી રહ્યા છે. પરંતુ આ અંગે દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે, “રીમડેસિવીર
જાદુઈ બુલેટ નથી”. અને તે એવી દવા નથી કે જે મૃત્યુદરમાં ઘટાડો કરે. એન્ટી વાઈરલ ડ્રગ રીમડેસિવીરના ઉપયોગ પર પ્રકાશ પાડતા ડો. ગુલેરિયાએ માહિતી આપી હતી કે, “અમે રીમડેસિવીરનો ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે આપણી પાસે એન્ટિ-વાયરલ દવા નથી. એસિમ્પટમેટિક વ્યક્તિઓ / હળવા લક્ષણોવાળા લોકોને વહેલી તકે આપવામાં આવે તો તેનો કોઈ ફાયદો નથી. રેમડેસીવીર ઇન્જેક્શનોથી કોરોનાગ્રસ્ત દર્દીઓના મોતના આંકડામાં કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી.