રાજકોટમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરિઝની બીજી મેચ થવા જઈ રહી છે. ગુજરાતના આ શહેરનાં બે લાડકા દીકરા ચેતેશ્વર પુજારા અને રવિંદ્ર જાડેજા ભારતીય ટીમનો ભાગ નથી. ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ પુજારાને આજસુધી ક્યારેય ભારત માટે એકપણ ઝ૨૦ મેચ રમવાની તક મળી નથી. જો કે પુજારા ટીમમાં નથી પરંતુ તે સ્ટેડિયમમાં એક ખાસ કામ કરતો જરુર નજરે પડશે.પુજારાને ગુજરાત ચૂંટણી પંચે આગામી વિધાનસભા ચૂંટણી માટે બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. પુજારા પર જવાબદારી છે કે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરે. આવામાં ચેતેશ્વર સ્ટેડિયમમાં હાજર રહીને પોતાની ટીમને ચીયર પણ કરશે અને એક સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવશે.
મેચ પૂર્વે ચેતેશ્ર્વર પૂજારા હજારો લોકોને મતદાનના શપથ લેવડાવશે
Previous Articleચૈન્નઇમાં ઘોઘમાર વરસાદ હજુ ૨૪ કલાકની આગાહી
Next Article હાય હાય… ઈલેકટ્રીક ઉપકરણો હજુ મોંઘા થશે