ચેતેશ્વર પૂજારાએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા સામે 21 ટેસ્ટમાં 50થી વધુની એવરેજથી 1900 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 10 અડધી સદી સામેલ છે
ઓસ્ટ્રેલિયા સામે 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારા પાસે ઓસ્ટ્રેલિયા સામે 2000 ટેસ્ટ રનનો આંકડો પાર કરવાની તક હશે. આવી સ્થિતિમાં પૂજારાને આ મેચમાં સદી ફટકારવાની જરૂર છે. ચેતેશ્વર પૂજારાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 99 ટેસ્ટ મેચ રમી છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચ તેની 100મી ટેસ્ટ મેચ હશે. તે બીજી ટેસ્ટ મેચમાં પ્રવેશતાની સાથે જ ટેસ્ટ મેચોની સદી પૂરી કરશે. પુજારા ભારત માટે 100 ટેસ્ટ મેચ રમનાર ભારતનો 13મો ખેલાડી બનશે. આ સાથે તે દિગ્ગજ સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની ક્લબમાં સામેલ થઈ જશે.
હાલમાં જો ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ચેતેશ્વર પુજારા વિરાટ કોહલી અને રોહિત શર્મા કરતા ઘણા આગળ છે. ચેતેશ્વર પૂજારાએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા સામે 21 ટેસ્ટમાં 50થી વધુની એવરેજથી 1900 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 10 અડધી સદી સામેલ છે. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારાનો સર્વશ્રેષ્ઠ સ્કોર 204 રન છે.
દિલ્હીમાં યોજાનારી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો આ બેટ્સમેન એકલો જ ઓસ્ટ્રેલિયન ટીમ માટે સૌથી મોટો કાળ બની જશે. આ ખતરનાક બેટ્સમેન બીજું કોઈ નહીં પણ ભારતના સ્ટાર ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા છે. દિલ્હીમાં યોજાનારી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિન કરતાં ચેતેશ્વર પૂજારાથી વધુ ખતરો પડશે. જો ચેતેશ્વર પુજારા ઓસ્ટ્રેલિયા સામે દિલ્હીમાં રમાનાર બીજી ટેસ્ટ મેચમાં રનનો વરસાદ કરે છે તો તે સિરીઝમાં મોટો ફેરફાર કરી શકે છે.