બન્નેની કારકિર્દીમાં જોવા મળી ઘણી સામ્યતાનવી દિલ્હી
૨૦૧૨માં રાહુલ દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો. તેની ખોટ પૂરવા ભારતીય ક્રિકેટ ટીમને ચેતેશ્વર પુજારા તરીકે વર્તમાનનો રાહુલ દ્રવિડ મળી ગયો છે. રાહુલ દ્રવિડ પર વારંવાર આક્ષેપો લાગતાં હતાં કે ઇન્ડીયન સબ કોન્ટીનેન્ટની વિકેટ ઉપર તેમનું પ્રદર્શન સારું નહોતું. ત્યારે દ્રવિડ પછી જો કોઇનું નામ આવતું હોય તો તે ચેતેશ્વર પુજારાનું છે ત્યારે આંકડાકીય માહિતી મેળવીએ તો રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પુજારાના પરર્ફોન્સ એક સમાન રહ્યાં છે.
ગુરૂવારના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમનારી પહેલી ટેસ્ટ મેચમાં ભારતના કંગાળ પ્રદર્શનમાંથી ઉગાળી ચેતેશ્વર પુજારાએ ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો. પુજારાએ પોતાની ઓસ્ટ્રેલીયા સામેની પ્રથમ સેન્ચુરી એડીલેડ ખાતે મારી હતી. જેમાં તેને સૌથી ટફ વિકેટ અને કપરી પરિસ્થિતિમાં ૧૨૩ રન નોંધાવ્યા હતાં.
વાત કરવામાં આવે પુજારા અને દ્રવિડે પોતાના ૫,૦૦૦ ટેસ્ટ રન ૧૦૮ ઇનિંગ્સમાં કર્યા છે. જે એક સમાન છે. જ્યારે બીજી એવી જ એક ઘટના ઘટી જેમાં દ્રવિડે પોતાના ૩,૦૦૦ રન ૬૭ ઇનિંગ્સમાં નોંધાવ્યા હતાં એ જ રીતે પુજારાએ પણ ૩,૦૦૦ રન ૬૭ ઇનિંગ્સમાં નોંધાવ્યા છે અને ૮૪ ઇનિંગ્સમાં ૪,૦૦૦ રન જે રાહુલ દ્રવિડે કર્યા છે એ પણ બખૂબીરીતે ૮૪ ઇનિંગ્સમાં ૪,૦૦૦ રન નોંધાવ્યાં છે.
જે અકલ્પનિય ઘટના ગણી શકાય. પુજારાએ પોતાના ૧૨૩ રન ૨૪૬ દડામાં નોંધાવી ભારતને કપરા સમયમાંથી બહાર કાઢ્યુ હતું જ્યારે ભારત પોતાની પ્રથમ ઇનિંગ્સમાં ૧૨૭ રને ૬ વિકેટે હતું. લાંબા ફોર્મેટની જો વાત કરીએ આ ૧૬મી સેન્ચુરી ચેતેશ્વર પુજારા માટે ટોપ ફાઇવમાંની એક છે. ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ પણ ચેતેશ્વર પુજારાની આ મહત્વપૂર્ણ ઇનિંગ્સને બિરદાવી હતી. આ વર્ષમાં ઓવરસીસ ટેસ્ટ ક્રિકેટમાં ચેતેશ્વર પુજારાની આ બીજી સેન્ચુરી રહી છે.