પ્રથમ દાવમાં સદી ફટકારી ટીમ ઈન્ડિયાની લાજ રાખનાર સૌરાષ્ટ્રના સાવજ ચેતેશ્ર્વર પુજારા બીજા દાવમાં પણ ૪૦ રન સાથે રમતમાંચોથી વિકેટ માટે પુજારા અને વિરાટ વચ્ચે ૭૧ રનની ભાગીદારી

ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનીંગ ૨૩૫ રનમાં સમેટાતા ભારતને ૧૫ રનની લીડ મળી

ત્રીજા દિવસના અંતે ભારતનો સ્કોર ૧૫૧/૩;  કુલ ૧૬૬ રનની લીડ

એડિલેડના ઓવેલ સ્ટેડિયમ ખાતે ભારત અનેઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે આજે વિરાટ સેનાએમજબુતી હાંસલ કરી લીધી છે. પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારી ટીમને સન્માનજનક સ્કોરેપહોંચાડનાર સૌરાષ્ટ્રના સાવજ ચેતેશ્ર્વર પુજારા બીજા દાવમાં ચટ્ટાન બની ઉભો રહીગયો છે.

ઓસીનો પ્રથમ દાવ ૧૩૫ રનમાં સમેટાતા ભારતને પ્રથમ દાવના આધારે ૧૫ રનનીમામુલી લીડ થવા પામી છે. ત્રીજા દિવસની રમતા અંતે ભારતે ૩ વિકેટના ભોગે ૧૫૧ રનબનાવી લેતા ટીમને કુલ ૧૬૬ રનની લીડ મળી છે. ટેસ્ટના હજી બે દિવસ બાકી હોય પરીણામચોકકસ આવશે.

એડિલેડ ટેસ્ટના ત્રીજા દિવસે આજેઓસ્ટ્રેલિયાને ટીમે ૧૯૧/૭ના સ્કોરેથી આગળ રમવાનું શ‚ કર્યું હતું. ગઈકાલે અધુરાછોડેલા દાવમાં ઓસીની ટીમ વધુ ૪૪ રન ઉમેરી શકી હતી અને ૨૩૫ રને આખી ટીમ પેવેલિયનમાંપરત ફરી હતી. ભારતે પ્રથમ દાવમાં ૨૫૦ રન બનાવ્યા હતા.

ઓસીની ટીમ ૨૩૫માં ઓલ આઉટ થતાટીમ ઈન્ડિયાને ૧૫ રનની મામુલી સરસાઈ હાંસલ થઈ હતી. પ્રથમ દાવમાં આર. અશ્ર્વિન અનેજસ્મીત બુમરાહે ૩-૩ વિકેટો જયારે મહમંદ સામી અને ઈશાંત શર્માએ બે-બે વિકેટો ખેડવીહતી. બીજો દાવ લેવા મેદાનમાં પડેલી ટીમ ઈન્ડિયાને ઓપનર મુરલી વિજય અને લોકેશરાહુલે સારી શરૂઆત અપાવી હતી.

બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે ૬૩ રનની ભાગીદારી નોંધાઈહતી. છેલ્લા ઘણા સમયથી કંગાળ ફોમમાંથી પસાર થઈ રહેલો મુરલી વિજય આજે પણ નિષ્ફળરહ્યો હતો. તે અંગત ૧૮ રને પેવેલિયન તરફ પરત ફર્યો છે. લોકેશ રાહુલ આજે કંઈક અલગ જટોનમાં જોવા મળ્યો હતો. જોકે તે અડધી સદી ચુકયો હતો અને અંગત ૪૪ રને એઝલ વુડનીબોલીંગમાં વિકેટ કિપર પેનના હાથે ઝડપાઈ ગયો હતો.

પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારનારચેતેશ્ર્વર પુજારાએ બીજા દાવમાં પણ ઓસી બોલરોને મચર આપી ન હતી તો શુકાની વિરાટકોહલીએ પણ બેટસમેનો માટે પડકારજનક વિકેટ પર ૧૦૪ બોલમાં ૩ ચોગ્ગાની મદદથી ૩૪ રનબનાવ્યા હતા. ત્રીજી વિકેટ માટે ચેતેશ્ર્વર પુજારા અને વિરાટ કોહલી વચ્ચે ૭૨ રનનીભાગીદારી નોંધાઈ હતી.

ત્રીજા દિવસની રમતના અંતે ભારતે ૩ વિકેટના ભોગે ૧૫૧ રન બનાવી લીધા છે. ચેતેશ્ર્વર પુજારા ૧૨૭ બોલનો સામનો કરી ૪ ચોગ્ગાની મદદથી ૪૦ રન ફટકારી ચુકયો છે અને હજી ચટ્ટાનની માફક ઓસી બોલરોનો સામનો કરી રહ્યો છે. સામે છેડે વિરાટના આઉટ થયા બાદ પુજારા સાથે જોડાયેલા અજીંકય રહાણે એક રન સાથે દાવમાં છે. એડિલેડ ટેસ્ટના હજી બે દિવસ બાકી હોય ટેસ્ટ નિશ્ર્ચિત પરીણામ તરફ આગળ ધપી રહ્યો છે. જો ટીમ ઈન્ડિયા પોતાના બીજા દાવમાં હજી ૧૫૦ જેટલા રન જોડી દેશે તો વિરાટ સેના માટે એડિલેડ ટેસ્ટમાં જીતની રાહ આસાન બની જશે. હાલ ભારત પાસે કુલ ૧૬૬ રનની લીડ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.