મુખ્યમંત્રી સમક્ષ સૌરાષ્ટ્રના ખેડૂતોની વ્યથા ઠાલવતા રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ

સરકારે લોકડાઉનના ત્રીજા તબકકામાં ખેડૂતોને પોતાના ખેતરે અવર જવર કરવા માટે ૭/૧૨ ના નમુના અથવા આધાર કાર્ડને પાસ તરીકે મંજુર કરેલ છે તેમજ વહીવટ તંત્રએ પાસની પ્રક્રિયા ને ખુબ જ સરળ બનાવેલ છે. જેથી કરીને ખેડૂતોને કોઇ પરેશાની તેમજ કોઇ હાડમારી ના થાય પરંતુ સરકારના શુભ ઇરાદો હોવા છતાં આજે ખેડૂતોને પોતાના કામ માટે અલગ જવર કરવા પોલીસો દ્વારા ખોટી પુછપરછ કરીને હેરાનગતિ  કરવામાં આવે છે.

પોલીસ તંત્રો દ્વારા ખેડૂતોને કોઇ પણ પ્રકારની હેરાનગતિ ના થાય તેમજ ખેડૂતોને આવા-જવા માટેની સરળતા રહે જેના માટે રાજય સરકાર જરુર પડયે પોલીસ ફોર્સની મદદ માટે રેવન્યુ મંત્રી  કે તલાટી મંત્રીનો સહારો લઇ ખેડુતોની ઓળખ સચોટ રીતે થાય એવી તાકીદે સુચના આપવા મુખ્યમંત્રી રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ચેતન રામાણીએ જણાવ્યું છે.

અત્યાર વાવણી ની સીઝન નજીક હોય તેમજ ૧પ જૂન આસપાસ ચોમાસુ બેસી જવાનું હોય એવા સમયે ખેડુતોને ખેતી કામ કરવા માટે ખેતીની આગોતરી તૈયારી માટે ખેતરમાં ખાતર ભરવાથી માંડીને દવાઓ લેવા તેમજ બિયારણો લેવાને ખેતી કામની તમામ તૈયારી માટે અત્યારે બહારગામથી આવેલા મજુરો અહીંનું ખેતી કામ છોડીને એમના વતન જવા માટ નીકળી ગયા છે. ત્યારે ખેડુતો મજુરો વગર પણ રવિપાક લઇ શકયા નથી. એવા સંજોગોમાં સમગ્ર સૌરાષ્ટ્રના ખેડુતો પોલીસની કારણ વગરની હેરાનગતિથી થાકયા છે અને એવા સંજોગોમાં પોલીસને ખેડુત સાથે મૈત્રીભર્યુ વર્તન કરવા અનુરોધ છે.

વધુમાં રામાણી જણાવે છે કે, સરકાર પોલીસ ફોર્સ ને સુચના આપે કે પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ જેવા કે ધારાસભ્ય તેમજ જિલ્લા, શહેર, તાલુકાના પ્રમુખો, પ્રતિનિધિઓ, પદાધિકારી તેમજ હોદેદારો સાથે યોગ્ય કારણ હોવા છતાં પોલીસ ફોર્સના કોઇપણ જવાન તેમની સાથે ફોન પર વાત કરતા નથી અને ખેડુતોનું લાઇસન્સ પણ જપ્ત કરી લ્યે છે.

ત્યારે આવા સમયે એક અગ્રીમ હરોળના ખેડુત અને સહકારી નેતા તરીકે તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડુતો વતી ચેતન રામાણીની લાગણી અને માંગણી છે કે પોલીસને ખરા અર્થમાં પ્રજામિત્ર બની ખેડુતો પ્રત્યે સંવેદન રાખવા અને યોગ્ય વ્યવહાર કરવા સરકારને તાકીદે જરુરી આદેશો તેમજ સુચનાઓની મહોર લગાવવી જોઇએ જેથી ખેડુતોનું પણ મનોબળ વધે અને પાક ઉત્પાદન થાય એના માટે આગોતરી વ્યવસ્થા કરી રાખે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.