- 498 મતદાતાઓએ ભાગ લઈ પેનલને વિજેતા બનાવી
મોરબી બાર કાઉન્સિલની ચૂંટણીમાં ચેતન પી. સોરિયાની પેનલે બધાં પદો પર વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં કુલ 552 મતદારોમાંથી 498એ મત આપ્યા હતા. આ સાથે પ્રમુખ પદના વિજેતા ચેતન પી. સોરિયાએ 252 મત મેળવ્યા હતા.
મોરબી બાર કાઉન્સિલની વર્ષ 2024-25 ની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને અન્ય પદો માટે 18 ઉમેદવારો મેદાનમાં હતા. કુલ 552 મતદારોમાંથી 498 બાર એસોસિએશનમતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
મોરબી બાર એસો.ચૂંટણીના પરિણામોમાં પ્રમુખ પદે ચેતન પી. સોરિયા 252 મતો સાથે વિજેતા બન્યા હતા. ઉપપ્રમુખ પદે જીતેન ડી. અગેચાણિયાને 259 મત મળ્યા હતા. સેક્રેટરી પદે અશોક ખુમાણને 255 મત મળ્યા, અને જોઈન્ટ સેક્રેટરી પદે ચિરાગ કંઝારિયાને 297 મત મળ્યા. કારોબારી પદ માટે પરમાર કરમશી, સંઘાણી મોનિકા, અને રાહુલ ગોલતર વિજેતા થયા હતા. જ્યારે મહિલા પદ માટે કમલાબેન મૂછડિયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ સાથે ચેતન પી. સોરિયાની પેનલના વિજેતા ઉમેદવારોનું સમર્થકો દ્વારા ઢોલ-નગારા સાથે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને ફૂલહાર તથા શુભેચ્છા સંદેશાઓ સાથે વિજેતાઓને બિરદાવવામાં આવ્યા હતા.
ટંકારા બાર એસો.ના પ્રમુખ ઉપપ્રમુખ અને સેકેટરી સહિતના હોદેદારો બિનહરીફ
ટંકારા બાર એસો.ના પ્રમુખ તરીકે સંજય બી.ભાગિયા, ઉપપ્રમુખ તરીકે રાહુલ ડી. ડાંગર, સેકેટરી તરીકે અતુલ ત્રિવેદી, જોઈન્ટ સેક્રેટરી તરીકે મુકેશ વી.બારૈયા અને મહિલા રીપ્રેઝન્ટેટિવ તરીકે જોશના કે. ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ હોદ્દેદારો ઉપર વકીલો તરફથી અભિનંદનવર્ષા થઈ હતી. ટંકારા બાર એસોસીએશનની ચુંટણી ન કરવાની પરંપરા જાળવી રાખી સર્વાનુમતે નિર્ણય લેવાયો છે.
ટંકારા બાર એસોના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે. જેમાં ટંકારા બાર એસોસિએશનના એડવોકેટ સંજય બી ભાગિયા પ્રમુખ પદે અને જોશીલા યુવા એડવોકેટ રાહુલ ડી ડાંગર ઉપ પ્રમુખ તરીકે અને અતુલ ડી ત્રિવેદી સેકેટરી તરીકે વરણી કરવામાં આવી હતી.
નવા હોદેદારોને ટંકારા બાર એસોસિયેશનના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા. ત્યારે હોદ્દેદારોએ પણ એડવોકેટ સંબંધિત કોઈપણ મુશ્કેલીઓના નિવારણ માટે નવી ટીમ હંમેશા કાર્યરત રહેશે તેવી ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ટંકારા કોર્ટ કાર્યરત થઈ ત્યારથી અત્યાર સુધી બાર એસોસીએશન દ્વારા કોઈપણ વખત ચુંટણી યોજાઈ નથી. આ પંથક જાણતા ધારાશાસ્ત્રી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.