• વિશ્ર્વની સૌથી જૂની ઇન્ડોર ગેમ
  • ચેસને ચતુરંગ અને શતરંજ નામથી પણ ઓળખાય છે: ભારતે શોધેલી આ રમત ઇ.સ.પૂર્વે 600થી રમાતી હોવાના પુરાવા ઇતિહાસવિદ્ોને મળ્યા છે, ત્યારે તેનું નામ ‘ચતુરંગા’ હતું
  • આ એક આક્રમણ અને બચાવ રમત સાથેની બૌધ્ધિક રમત છે: સંસ્કૃત મહાકાવ્ય મહાભારતમાં તેનો અર્થ ‘લશ્કર’ કરેલ છે: ચેસમાં હાથી, ઘોડા, ઊંટ અને પાયદળ હોય છે, જે કાળક્રમે શતરંજ તરીકે ઓળખાય
Is Chess Just Memorization 738x738 1
xr:d:DAEZO829ffo:1594,j:35600969747,t:22091715

આપણું બાળપણ વિવિધ આઉટડોર અને ઇન્ડોર રમતથી ખીલી ઉઠે છે, અગાઉના કે જૂના જમાનામાં શેરી રમતો બાળકોમાં ઘણા કૌશલ્યોની ખીલવણી કરતી હતી, આજે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં બધુ છીનવાઇ ગયું છે. આજે બાળકો ઇલેક્ટ્રોનિક ગેઝેટ વડે રમત-રમતાં તેના આદી થઇ ગયા છે. ઘણી રમતો પર તો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતે વિશ્ર્વની ઘણી રમતોની ભેંટ આપી છે. જેમાં ચોપાટ કે જુગટુ સાથે સૌથી પ્રાચિન રમત શતરંજ આપણાં દેશની દેન છે. ઘણી ઇન્ડોર કે આઉટડોર રમતો આપણને ઘણા રોગોથી પણ બચાવે છે. બધી રમતો માઇન્ડ ગેમ હોવાથી તે આપણામાં ઘણા બધા ગુણોનું સિંચન કરે છે.

વિશ્ર્વની સૌથી જૂની ઇન્ડોર રમત એટલે શતરંજ, જેની શોધ ભારતે કરી હતી. આજના યુગમાં ચેસ તરીકે ઓળખાતી આ રમત મનને શાર્પ કરીને બૌધ્ધિક લેવલ સુધારે છે, સાથે વિસ્મૃતિ જેવી સમસ્યા સામે રક્ષણ આપે છે. ચેસને ચતુરંગ અને શતરંજ નામથી ઓળખવામાં આવે છે. સંસ્કૃત મહાકાવ્ય મહાભારતમાં તેનો અર્થ ‘લશ્કર’ કરેલ છે. આ રમતમાં હાથી, ઘોડા, ઊંટ અને પાયદળ હોય છે. જે કાળક્રમે લશ્કર કે સૈન્યમાંથી શતરંજ તરીકે ઓળખાય. આપણાં દેશમાં આ રમત ઇ.સ.પૂર્વે 600થી રમાતી હોવાના પુરાવા ઇતિહાસવિદ્ોને મળેલ છે, જો કે ત્યારે તેનું નામ ‘ચતુરંગા’ હતું. પ્રાચિનકાળમાં આ રમત રાજવીઓ જ રમતાં હતા, કારણ કે આ રમતનાં મ્હોરાંઓ રાજા, રાણી, હાથી, ઘોડા, ઊંટ અને સૈનિકો જેવા દેખાતા કે ઓળખાતા હતા. આ રમત માનસિક વ્યુહરચનાની રમત હોવાથી તેનો હેતું રાજાઓ લડાઇ વખતે આક્રમણ અને બચાવના ગુણો વિકસાવવાનો હતો. આ રમત ઉપરથી અન્ય રાજાઓની ચડાઇ વખતે તેની કંઇ ચાલ બાજીનો ઉપયોગ કરવો તે નક્કી કરતાં હતા. આ રમતમાં 16 મહોરાથી શરૂઆત થાય, જેમાં 1-રાજા-રાણી, 2 ઊંટ, 2 ઘોડા, 2 હાથી અને 8 સૈનિકો હોય છે. એક ખેલાડી સફેદનો બીજો કાળા મહોરા રાખે છે. રમતનો પ્રારંભ હમેંશા સફેદ મહોરાવાળી કરે છે. બધા મહોરાની ચાલ અને ડગલા અલગ-અલગ જોવા મળે છે. જેમ કે રાજા કોઇપણ દિશામાં એક ડગલું ચાલે, જો કિલ્લેબંધી થાય તો ડાબે કે જમણે બે ડગલાં ચાલી શકે છે.

આજના યુગમાં વૈશ્ર્વિકસ્તરે તેની ટુર્નામેન્ટ યોજાય છે. આપણાં દેશનાં ખિલાડી વિશ્ર્વનાથ આનંદ 1987માં પ્રથમવાર વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપ જીતી હતી. આ જીતનાર તે પ્રથમ ભારતીય હતા. જે 1988માં ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા. આજ વર્ષે તેને પદ્મશ્રીનો ખિતાબ મળેલો, ત્યારે તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી. 1996થી આ ખેલાડી ટોચનાં ત્રણ પ્લેયરમાં હતા. વર્ષ 2000માં પ્રથમ વખત વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ જીતી હતી અને સતત 8 વર્ષ 2008 સુધી તે ટોચના 3 ચેસ પ્લેયર તરીકે રહ્યા.

ચેસ બોર્ડ ઉપર કુલ 64 ચોરસ હોય છે. સામાન્ય રીતે આ રમત 10 થી 60 મિનિટ અને સ્પર્ધામાં રમત 10 મિનિટથી 6 કલાકથી વધુ પણ ચાલે છે. ચેસ રમવાથી મગજની કસરત થાય છે. ફોક્સ, આઇ.ક્યુ.લેવલ, એકાગ્રતા, આત્મવિશ્ર્વાસ જેવા ઘણા ગુણોની ખીલવણી થાય છે. ખાસ ડિપ્રેશનના બચાવ અને બાળકો માટે ફાયદારૂપ રમત છે. આજે ઘણા બધા નાના બાળકો ચેસ રમતાં જોવા મળે છે. બાળથી મોટેરાની ચેસ સ્પર્ધા પણ થાય છે. મગજને તેજ બનાવતી આ રમત આજે ઓનલાઇન પણ રમાય છે. બ્રેઇન ગેમ હોવાથી રમતની દરેક ચાલમાં મગજના તમામ ભાગો કાર્યરત રહે છે. આ રમતને કારણે બાળકોની શીખવાની ક્ષમતામાં વધારો થાય છે. સંશોધકોના તારણો મુજબ આ રમતના મનોવૈજ્ઞાનિક ફાયદાઓ ઘણા છે. અગાઉ રાજા-રજવાડોની આ રમત આજે મગજ ખીલવણી માટે નંબર વન ઇનડોર ગેઇમ્સ બની ગઇ છે.

ચેસ રમીને કોઇપણ સમસ્યાનો ઉકેલ શોધી શકાતો હોવાથી યુવાનો માટેની આ લાઇફ સ્કિલ સમસ્યા ઉકેલ તે હસ્તગત કરીને સંર્વાગી વિકાસ કરી શકે છે. ચેસ જેવી રમતો માનસિક પ્રવૃત્તિમાં વ્યસ્ત હોવાથી ટ્રેક કેર તણાવમાં રાહત સાથે મેન્ટલ હેલ્થ સુધરતા તેના ડિમેન્શિયા થવાનું જોખમ 9 થી 11 ટકા ઘટી જાય છે. એક રિસર્ચના તારણ મુજબ માત્ર ચેસ જેવી ગેમ રમવાથી જ નહી, પણ પેઇન્ટીંગ કે ગુંથણ પ્રક્રિયાથી પણ વૃધ્ધોમાં ડિમેન્શિયા થવાનું જોખમ ઘટે છે. મગજ કસવાની આવી રમતોથી યાદશક્તિમાં વધારો થાય છે. ચેસ રમવાથી આત્મવિશ્ર્વાસ, ફોક્સ, દૂરદર્શી બનાવે, બૌધ્ધિક આંકમાં વધારો, ડિપ્રેશન સામે લડવામાં અને સિઝોફ્રેનિયામાં અસરકારક પરિણામો જોવા મળે છે. ચેસ રમત તેના ખેલાડીને જવાબદાર વ્યક્તિ બનાવે છે. દર વર્ષે 20મી જુલાઇએ વિશ્ર્વ ચેસ દિવસ ઉજવાય છે.

ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સ્થાપના 1924ના રોજ થઇ હતી. 1966 પછી વૈશ્ર્વિકસ્તરે આ દિવસ ઉજવાય છે. આ એક એવી રમત છે. જેને માટે તમારા મગજને ઘણી મહેનત કરવી પડે છે. બે ખેલાડી વચ્ચે રમાતી બ્રેઇન ગેમ છે. જેમાં એકબીજાની રાણીને હરાવવા માટે વિવિધ યોજના બનાવે છે, જેમાં ઘણીવાર પરિસ્થિતિઓ મુશ્કેલ બની જતાં અને વિરોધીને હરાવવો મુશ્કેલ બની જાય છે, આને કારણે મન પર ભાર મુકીને વિવિધ વિચારો પ્રગટ થતાં હોવાથી તે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ સારી રમત ગણાય છે.

ચેસ તંદુરસ્ત મગજની રમતોની શ્રેણીમાં

rawpixel 623441 unsplash

ઇન્ડોર કે આઉટડોરની મનની રમત રમવાના ઘણાં ફાયદાઓ જોવા મળે છે. ઘણા ગુણો સાથે ખેલદીલી અને ભાઇચારાની ભાવના પણ ખીલે છે. ચેસની રમત તંદુરસ્ત મગજની રમતોની શ્રેણીમાં આવતી હોવાથી તે રમવાથી તમારૂં બૌધ્ધિક લેવલ વધે છે. આજના યુગમાં બાળકો વિડીયો ગેમ્સ કે મોબાઇલમાં રમતાં હોય છે, તો તેમને આવી ગેઇમ્સ રમવા પ્રોત્સાહીત કરવા જોઇએ. હાલની ગેમ રમે છે. તેમાં તેની આંખોની રોશની સાથે મગજ પર નકારાત્મક અસર પડે છે. બાળકોને આવી મગજ કસવાની રમતથી તેના મગજની ક્ષમતા, નવા વિચારો આવવા, ધીરજ, સમજદારી સાથે નિર્ણય લેવાની શક્તિ સાથે સમસ્યા ઉકેલની આવડત વધી જાય છે. આજના યુગમાં મગજની ખીલવણી રમતોથી શીખવાની શક્તિ, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા સાથે તેની યાદ શક્તિમાં વધારો થાય છે. આજે તો બજારોમાં ઘણા સારા ચેસ બોર્ડ આવે છે. જે પણ બાળકોને વધારે આકર્ષે છે અને રમવા પ્રેરણા આપે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.