ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા પુજારાનો ટીમમાં સમાવેશ ન કરાયો: અજિંક્યે રહાણેને વાઇઝ કેપ્ટન બનાવાયો
ભારતીય ટીમ આગામી જુલાઇ મહિનામાં ટેસ્ટ અને વન-ડે શ્રેણી રમવા માટે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જઇ રહી છે. આજે બીસીસીઆઇની સિલેક્શન કમિટી દ્વારા ટેસ્ટ અને વન-ડે શ્રેણી માટે ટીમની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં છેલ્લા ઘણા સમયથી કંગાળ ફોર્મમાંથી પસાર થઇ રહેલા ચેતેશ્ર્વર પુજારાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અજિંક્યે રહાણેને વાઇઝ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
વેસ્ટ ઇન્ડિઝ સામે બે ટેસ્ટ રમવાના છે. સુકાની રોહિત શર્માની આગેવાનીમાં ટીમમાં શુભમન ગીલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્યે રહાણે, કે.એસ.ભરત, ઇશાન કિશાન, આર.અશ્ર્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મહમંદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણ વન-ડેની શ્રેણી માટે ટીમમાં સુકાની રોહિત શર્મા ઉપરાંત શુભમન ગીલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, સંજુ સેમસગ, ઇશાન કિશાન, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યજુર્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મહમંદ સિરાજ, ઉમરાન મલિક અને મુકેશ કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે.