૨૭ રન આપી ૪ વિકેટ ઝડપનાર ઈમરાન તાહીર મેન ઓફ ધ મેચ
ચેન્નઈ સુપર કિંગ્સના ઈમરાન તાહીર અને સાર્દુલ ઠાકુરની ચુસ્ત બોલીંગ બાદ સુરેશ રૈનાની અડધી સદી તેમજ રવિન્દ્ર જાડેજાના ૧૭ બોલમાં અણનમ ૩૧ રનની મદદથી ટીમે કલકતા નાઈટ રાઈડર્સને ઘર આંગણે ૫ વિકેટે પરાજય આપ્યો હતો. કલકતાએ પ્રથમ બેટીંગ કરતા ૮ વિકેટના નુકસાને ૧૬૧ રન બનાવ્યા હતા જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સે ૧૯.૪ ઓવરમાં ૫ વિકેટના નુકસાને લક્ષ્યાંક સિદ્ધ કરી લીધો હતો. ચેન્નઈ સુપર કિંગ્સનો ૮ મેચમાં આ ૭મો વિજય છે અને તે પોઈન્ટ ટેબલમાં પણ ૧૪ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર રહેલું છે.
બીજી તરફ સીઝનની શ‚આતમાં ૫ માંથી ૪ મેચ જીતનાર કલકતા નાઈટ રાઈડર્સનો આ સતત ત્રીજો પરાજય રહ્યો હતો. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી કલકતા નાઈટ રાઈડર્સને ૩૮ રનનાં સ્કોરે સુનિલ નરેનના ‚પમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. નિતીશ રાણા અને ક્રિસ લીન બીજી વિકેટ માટે ૪૧ રન જોડયા હતા ત્યારે ઈમરાન તાહીરે નિતીશ રાણા અને રોબીન ઉથપ્પાને આઉટ કરી કલકતાને ડબલ ઝટકા આપ્યા હતા. ક્રિસ લીને તોફાની બેટીંગ કરતા તેણે પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. ટીમને આંધ્રે રસેલ પાસેથી ફરી એક વખત આક્રમક બેટીંગની આશા હતી પરંતુ તે માત્ર ૧૦ રન બનાવી ઈમરાન તાહીરનો શિકાર બન્યો હતો. રસેલ આઉટ થતા જ કલકતાની રન રેટમાં ઘટાડો થઈ ગયો હતો. છેલ્લી પાંચ ઓવરમાં માત્ર ૨૮ રન બનાવી ૩ વિકેટ ગુમાવી હતી.
વાત કરવામાં આવે ચેન્નઈ સુપર કિંગ્સની તો ૧૬૨ રનનો પીછો કરતાં સેન વોટસર્ન ૬ રન બનાવી આઉટ થયો હતો ત્યારે ડુપલેસીએ તોફાની શ‚આત કરતા ૫ ઓવરમાં ટીમનો સ્કોર ૪૪ રને પહોંચાડયો હતો. એક સમયે ચેન્નઈ ૮૧ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ધોની રૈના સાથે ટીમનો સ્કોર ૧૦૦ રનની પાર પહોંચાડયો હતો ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સે ૧૯.૪ ઓવરમાં મેચ જીતી લેતા તેને પોતાની સિઝનની ૭મી જીત પ્રાપ્ત કરી હતી.
૧૦ રનમાં અંતિમ ૭ વિકેટ ગુમાવતા હૈદરાબાદનો દિલ્હી સામે પરાજય
દિલ્હી કેપીટલ્સે તેના બોલરોનાં દમ ઉપર સનરાઈઝર્સ હૈદરાબાદને ૩૯ રને પરાજય આપ્યો હતો. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા ૭ વિકેટ ગુમાવી ૧૫૫ રન બનાવ્યા હતા. ૧૫૬ રનનાં લક્ષ્યાંક સામે હૈદરાબાદને ડેવીડ વોર્નર અને બેર સ્ટોએ સંગીન શ‚આત અપાવી હતી. ટીમે બે વિકેટ ગુમાવી ૧૦૧ રન બનાવી લીધા હતા ત્યારે એવું લાગી રહ્યું હતું કે, સનરાઈઝર્સ હૈદરાબાદ આસાનીથી મેચ જીતી જશે પરંતુ હૈદરાબાદનો ધબડકો થતાં વધુ ૧૫ રન ઉમેરાયા હતા. જેમાં તેઓએ તેની અંતિમ ૮ વિકેટ ગુમાવી દીધી હતી. દિલ્હી તરફથી કગીશો રબાડાએ ૪ વિકેટ ઝડપી હતી. જેમાં ક્રિસ મોરીસે ૩ અને કીમો પોલેએ પણ ૩ વિકેટ ઝડપી હતી.