ચેન્નઈ સુપર કિંગ્સ ૮મી વખત આઈપીએલ ફાઈનલમાં પહોંચ્યું

આઈપીએલ-૨૦૧૯નાં ફાઈનલમાં આખરે મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સ ટકરાશે. આ રોમાંચક મુકાબલો જયારે રમાશે ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલ ફાઈનલમાં ૮મી વખત પહોંચ્યું છે. જયારે ૨૦૧૦માં સીએસકે આઈપીએલ સીઝન ૨૨ રને જીત્યું હતું. જયારે ૨૦૧૩માં મુંબઈ ઈન્ડિયન્સ ૨૩ રન અને ૨૦૧૫માં મુંબઈ ઈન્ડિયન્સ ૪૧ રને આઈપીએલ સિઝન જીત્યું છે.

ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સ જેટલીવાર ટકરાઈ છે તેમાં મુંબઈ ઈન્ડિયન્સનું પલડું ચેન્નઈ સામે ભારે રહ્યું છે. કવોલીફાયર-૨માં ચેન્નઈનો મુકાબલો દિલ્હી કેપીટર્લ્સ સામે થયો હતો ત્યારે આ મેચ એક તરફી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે જે રીતે ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપીટર્લ્સને માત આપી તે જોતાં મુંબઈ સામેનો મુકાબલો અતિરસપ્રદ બની રહેશે તો નવાઈ નહીં.

ત્યારે આઈપીએલ-૨૦૧૯માં યુવા બ્રિગેડ સાથે ઉતરેલી દિલ્હી કેપીટર્લ્સનું પણ ચારો તરફ વખાણ કરવામાં આવી રહ્યાં છે કારણકે અન્ય ટીમોની સરખામણીમાં દિલ્હી કેપીટર્લ્સની ટીમમાં સૌથી યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી. મહેન્દ્રસિંહ ધોનીની સુઝબુઝ અને ખેલાડીઓનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું ચિત્ર દરેક મેચમાં ચરીતાર્થ થતું જોવા મળે છે ત્યારે આવતીકાલે મુંબઈ સામેનાં આઈપીએલ ફાઈનલમાં બંને કેપ્ટનોમાં રેસ થશે કે કોની ટીમ સૌથી સારું પ્રદર્શન કરશે. ત્યારે જો શુકાનીનાં ટેમ્પરામેન્ટની વાત કરવામાં આવે તો મહેન્દ્રસિંહ ધોનીનું પલડું રોહિત શર્મા કરતાં પણ વધુ માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.