વિશ્ર્વની શ્રેષ્ઠત્તમ ટેકનોલોજી અને મશીનો દ્વારા આંખના પડદાની સારવાર, સર્જરી, કીકીના વા જેવા રોગનું નિદાન અને સારવાર ઘર આંગણે થઇ શકશે: શ્રઘ્ધા આઇ હોસ્પિટલ એન્ડ લેસર સેન્ટર સાથે જોડાણ
આંખના રોગના નિદાન અને સારવારના ક્ષેત્રે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવતી ચેન્નઇની અરવિંદ આઇ હોસ્પિટલમાં રેટિના (પડદા)ના સુપર સ્પેશ્યલિસ્ટ આંખના સર્જન તરીકેની કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા ડોકટર ભર્ગ કારિયાના જ્ઞાન અને અનુભવનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ-કચ્છ ના દર્દીઓને મળશે. ચેન્નઇ જેવા મોટા મેટ્રો સીટીમાં વિશાળ અનુભવ મેળવ્યા બાદ મોટાભાગે ડોકટરોને શહેરમાં જ કામ કરતાં હોય છે અથવા તો વિદેશમાં જતા હોય છે પરંતુ ડોકટર ભર્ગ કારિયાએ જન્મભૂમિને જ કર્મભૂમિ બનાવાનો નિર્ણય લીધો છે અને તેથી રાજકોટ ખાતે આંખની સારવાર અને નિદાન ક્ષેત્રે બે દાયકાનો અનુભવ ધરાવતા ડોકટર પિયુષ ઉનડકટની ૧પ૦ ફુટ રીંગ રોડ પર ઇન્દિરા સર્કલ નજીક આવેલી શ્રઘ્ધા આઇ હોસ્પિટલ એનડ લેસર સેંટરમાં જોડાયા છે.
વિશ્ર્વની શ્રેષ્ઠત્તમ ટેકનોલોજી અને સાધનો શ્રઘ્ધા હોસ્પિટલમાં આ માટે વસાવવામાં આવ્યા છે. હવે દર્દીઓને ડાયાબીટીસને કારણે આંખના પડદા પર થતી હાનિકારક અસર, પડદાના મુખ્ય ભાગ પર સોજા અને વોહી આવી જવું, ડાયાબીટીસના કારણે આંખના પડદા પર થતી હાનિકારક અસર, પડદાના મુખ્ય ભાગ પર સોજા અને લોહી આવી જવું, ડાયાબીટીસના કારણે આંખનું દબાણ વધી જવું (જામર), દ્રષ્ટિને વિપરીત અસર, આંખના પડદાના વારસાગત રોગ, વાગવાથી આંખના પડદા પાર નો સોજો અને પડદામાં લોહી આવવું, પડદો ખસી જવો વગેરે જેવા રોગની સારવાર રાજકોટમાં જ મળી જશે, વધુ નંબરના લીધે પડદા પરના કાણાનું નિદાન અને ઇમ્પોર્ટેડ લેસર મશીન સારવાર, રેલાઇ ગયેલા મોતિયાનું ઓપરેશન અને સ્પેશ્યલ નેત્રમણી બેસાડવાનું ઓપરેશન, આંખના પડદાના ઇન્ફેકશનનું નિદાન અને તેની સારવાર, રૂમેટોઇડ આર્થરાઇટિસ અને વગેરે કારણો ના લીધે આંખની કીકીના વાની અને પડદાના સોજાની સારવાર શ્રઘ્ધા હોસ્પિટલમાં ઉ૫લબ્ધ છે.
હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર બાબતે બોલતા ડોકટર પિયુષ ઉનડકટ અને ડોકટર્સ ભર્ગ કારિયાએ જણાવ્યું હતું કે સુપર ર્સ્પેશિયાલીટી વિભાગમાં આંખના પડદાની સારવાર, ત્રાંસી આંખની સારવાર, આંખની નસની સારવાર, કોર્નિયા (કીકી), ગ્લુકોમા (જામરા), કોન્ટેકટ લેન્સ કિલનીક આંખની પ્લાસ્ટિક સર્જરી (નાસુર, પાપણ, પરવાળા), અને આંખની નસની સારવાર સહિતની સેવાઓ ઉપલબ્ધ છે અને તે માટે જર્મની યુ.એસ.એ અને યુરોપિયન ક્ધટ્રીમાંથી ખાસ આધુનિક પ્રકારના મશીનો મંગાવવામાં આવ્યા છે.
જન્મભૂમિને જ કર્મભૂમિ બનાવવી છે: ડો. ભર્ગ કારિયા
૨૦૧૭માં અભ્યાસ પૂરો કર્યા બાદ ડોકટર ભર્ગ કારિયાએ રાજકોટ ખાતે સીવીલ હોસ્પિટલમાં મેડીકલ કોલેજમાં આંખના સર્જન તરીકે એક વર્ષ ફરજ બજાવી હતી. બાદમાં વધુ અભ્યાસ માટે સમગ્ર દેશમાં વિખ્યાત ચેન્નઇની અરવિંદ આઇ હોસ્પિટલમાં બે વર્ષ આંખના પડદાના સર્જન તરીકેનો વિશાળ અનુભવ લીધો છે. ચેન્નઇમાં રેટિનાની ફેલોશિપ પૂરી કર્યા બાદ જન્મભૂમિને કર્મભૂમિ બનાવવાનો નિર્ણય કર્યો હોવાનું ડોકટર ભર્ગ કારિયાએ જણાવ્યું હતું.
શ્રઘ્ધા હોસ્પિટલની યશ કલગીમાં પીછું ઉમેરાયું: ડો. પિયુષ ઉનડકટ
સુપર સ્પેશિયાલીટી બ્રાન્ચ શરૂ થવાના કારણે શ્રઘ્ધા હોસ્૫િટલની યશકલગીમાં પીછું ઉમેરાયું છે. તેમ જણાવતા ડોકટર પિયુષ ઉનડકટે કહ્યું હતું કે મોબાઇલ નંબર ૯૬૯૮૪ ૯૧૦૦૦ અથવા તો લેન્ડલાઇન નંબર ૦૨૮૧-૨૫૮૫૪૭૮ નો સંપર્ક સાધી અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવશે તો દર્દીઓને અનુકુળતા રહે છે.