IPLની બે ટીમો ગુજરાત અને પુણેની ટીમ આવતા વર્ષે ટુર્નામેન્ટમાં નહીં હોય એ વાત ભારતીય ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રાહુલ જોહરીએ કરી હતી.
૨૦૧૮થી IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સની વાપસી થઈ રહી છે. રાહુલે કહ્યું હતું કે ‘IPLમાં આ બન્ને ટીમો પર મૂકવામાં આવેલો પ્રતિબંધ હટી ગયો છે એને કારણે એમની વાપસી થશે. પુણે અને ગુજરાતની ટીમે બહાર થવું પડશે, કારણ કે ભારતીય ક્રિકેટ બોર્ડ IPLમાં ટીમની સંખ્યા વધારવામાં નથી માનતું. IPLમાં અત્યારે ૮ ટીમો જ રમશે. ગુજરાત અને પુણેની ટીમને ચેન્નઈ અને રાજસ્થાનની ટીમો પર પ્રતિબંધ મૂકવામાં આવતાં પ્રવેશ મળ્યોહતો.