બોલરોએ રંગ રાખ્યો: ચેન્નાઈએ હૈદરાબાદને ૨૦ રને પછાડયું….

આઇપીએલ સિરીઝમાં ચેન્નઈ હંમેશા આગળ રહ્યું છે. ત્યારે ૧૩મી સિઝનમાં ચેન્નાઇ શરૂઆત થીજ પાછળ રહ્યું હતું. દુબઇ ખાતે રમાઈ રહેલી આઇપીએલ અડધાથી વધુ સફર કરી ગયું છે ત્યારે ચેન્નઈએ હજુ સુધી ફક્ત ૩ મેચજ જીતી શક્યું છે. સિઝનમાં ચેન્નઇનો ખરાબ દેખાવ ચાહકોને નીરાસ કરી રહ્યું છે. પ્લેઑફમાં આવવા માટે ચેન્નઈ મથામણ કરી રહ્યું છે. ત્યારે ગઈ કાલે હૈદરાબાદ અને ચેન્નઈ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ચેન્નઈએ હૈદરાબાદ ને ૨૦ રને હરાવી સિઝનની ત્રીજી મેચ જીતી હતી. જીતથી ચેન્નઈની પ્લેઓફ માં આવવાની આશા વધારી હતી.

મંગળવારે દુબઇ ખાતે રમાંયેલ ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં ચેન્નઈએ ૨૦ રનથી જીત મેળવી હતી. આ જીત ચેન્નઈ માટે ખુબજ મહત્વની રહી હતી. આઈપીએલની રેસમાં ટકી રહેવા માટે ચેન્નઈને જીત મેળવવી ખુબજ જરૂરી હતું. બાકી રહેલી ૬ મેચોમાં પણ ચેન્નઈ ને જીત મેળવવી જરૂરી છે. સેન વોટસન અને અંબાતી રાયડુએ ૮૨ રનની ભાગીદારી કરી હતી. ચેન્નએ ૬ વિકેટની ખોટ સાથે ૧૬૭ રન કર્યા હતા. ચેન્નઈ ના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ  હૈદરાબાદ સામે ૭ બોલરોનો ઉપયોગ કરી હૈદરાબાદ ને ૧૪૭ રન સુધી પહોંચવા દેવામાં આવ્યા હતા.

કેન વિલિયમસન એ હૈદરાબાદ માટે સૌથી વધુ રન ૩૯ દડામાં ૫૭ રન કર્યા હતા. તેમના દ્વારા ૭ ફોર મારી હતી છતાં હૈદરાબાદ ને જીત માટે મોટા રનરેટની જરૂર હતી. સતત બે મેચથી હારી રહેલ ચેન્નઈ એ ટુર્નામેન્ટ ની ત્રીજી મેચ જીતી પોઇન્ટ ટેબલમાં ૬મુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હૈદરાબાદનું ૫મુ સ્થાન છે.હૈદરાબાદના ઓપનર ડેવિડ વોર્નરે ૯ રન કર્યા હતા. જ્યારે મનીષ પાંડેએ ૪ રન કર્યા હતા. હૈદરાબાદ અડધે પોહચ્યું ત્યાંરે ૬૦ રન ૩ વિકેટે કર્યા હતા. પ્રિયમ ગાર્ગ ૧૬ રન કર્યા હતા. બીજી બાજુ ઉભો વિજય શંકરે ૧૨ રન કર્યા હતા.ચેનનીના બોલર બ્રાવોએ ૨૫ રન આપીને ૨ વિકેટ લીધી હતી. જ્યારે કરન શર્માએ ૩૭ રન આપીને ૨ વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજા અને સેમ કરનએ ૧-૧ વિકેટ લીધી હતી. ત્યારે એક ચોકો અને ત્રણ સિક્સની મદદ થી વોટસને ૩૮ બોલમાં ૪૨ રન કર્યા હતા. જ્યારે રાયડુએ ૩૪ બોલમાં ૪૧ રન કર્યા હતા.જાડેજાએ ૨૫ રન કરી નોટ આઉટ રહ્યો હતો. ત્યારે ધોનીએ ૧૩ બોલમાં ૨૧ રન કર્યા હતા.

હૈદરાબાદના બોલરોએ પણ ચેન્નઈ ને સરીએવી હરીફાઈ આપી હતી. છેલ્લી ૬ ઓવરમાં ૪૭ રન આપી ચેન્નઈ ની ૪ વિકેટ લીધી હતી. ચેન્નઈ નો પાવર પ્લે પૂરો થયો ત્યારે ૨ વિકેટે ૪૪ રન બનાવ્યા હતાં વોટસન અને રાયડુએ ૮૧ રનની પાર્ટનર શીપ કરી હતી.  હૈદરાબાદની ૨૦ રને હરાવી ચેન્નઈએ પ્લે ઑફમાં આવવાની આશા વધારી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.