જામનગરમાં મહાવીરનગર વિસ્તારમાં રહેતા એક આઘેડ પાનની દુકાને બીડી લેવા માટે ગયા બાદ ત્યાં ઉભેલા એક શખ્સને સિગારેટ પીવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ આ શખ્સે મોઢા પર ઘુસ્તા મારી છોડાવવા માટે પુત્ર વચ્ચે પડતા હાથમાં છરીનો ઘા ઝીંકીને ઇજા કર્યાની ફરીયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગત અનુસાર જામનગરના મહાવીરનગરમાં રહેતા બુકલભાઇ જીણાભાઇ પઠાણ નામના આઘેડે પોતાને અપશબ્દો ઉચ્ચારી મોઢા પર મુકકા મારી ઇજા પહોચાડી છોડાવવા માટે વચ્ચે તેનો પુત્ર પડતા એકદમ ઉશ્કેરાઇ જઇ નેફામાંથી છરી કાઢીને પોતાના ના ડાબા હાથમાં ઘા ઝીંકી ઇજા કર્યાની ફરીયાદ વાસુ ભરતભાઇ કબીરા સામે નોંધાવી છે.આ બઘડાટીના પગલે ઘટનાસ્થળે આજુબાજુના લોકો એકત્ર થયા હતા. જયારે આ હુમલામાં ઘવાયેલા આઘેડને તાકીદે હોસ્પીટલમાં ખસેડાયા હતા.
ઇજાગ્રસ્ત આઘેડ પોતાના ઘર નજીક પાનની દુકાને બીડી લેવા માટે ગયા હતા ત્યારે ત્યાં સામાવાળો વાસુ સિગારેટ પીતો હોવાથી તેને સિગારેટ પીવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ બેફામ વાણી વિલાસ કરી મોઢા પર મુકકા માર્યા હતા જે બબાલના કારણે છોડાવવા માટે આઘેડનો પુત્ર વચ્ચે પડતા ઉશ્કેરાયેલા વાસુએ નેફામાંથી છરી કાઢી આઘેડના હાથમાં ઇજા પહોચાડયાનુ ફરીયાદમાં જણાવાયુ છે.