સસ્તા ભાવમાં સ્માર્ટફોન લોન્ચ કરી ચીનની કંપની શિયોમી(Xiaomi) ભારતીય બજારોમાં પોતાનો ઠાઠ જમાવી ચુકી છે. તે જ સમયે કંપની ખૂબ જ કિંમતી ભાવમાં કાર ચાર્જર લોન્ચ કરી કાર એક્સેસરી પોર્ટફોલિયોમાં તેમનો પગ પસેરો કરવાનું શરૂ કર્યું છે. શિયોમી તરફથી લોન્ચ કરાયેલા આ ચાર્જરની કિંમત ફક્ત ૫૯૯ રૂપિયા છે
ભારતમાં પોતાની પગદંડી બનાવવા માટે ચાઈનાની કંપની શિયોમીએ લોન્ચ કર્યું છે કાર ચાર્જર, તમનેમાનવમાં નહિ આવે તેટલું સસ્તું છે આ ચાર્જર…ચાર્જરની કિમત માત્ર ૫૯૯ રૂપિયા જ છે, પણ કંપની તરફથી આ ચાર્જર માત્ર ૪૯૯ રૂપિયામાં ખરીદી શકાશે. જેનું ડિઝાઈનીંગ સિલિન્ડર જેવુ છે. તેમાં ક્વોલકોમ કોમ્યુનિકેશન ક્વિક ચાર્જ 3.0 આપવામાં આવ્યું છે.
આ ચાર્જર કારમાં લગાવી શકાશે. જેના થકી બહું જ ઓછા સમયમાં ફોન ચાર્જ થઈ જશે. તેમાં સ્ટેન્ડર્ડ પોર્ટ્સ પણ આપવામાં આવેલા છે જેથી એક સાથે બે સ્માર્ટફોન ચાર્જ થઈ શકે. આ 18 વોટ ફાસ્ટ ચા્જિંગ સપોર્ટ સાથે આવશે.