ફાઇનલ રાઉન્ડમાં માસ્ટર શેફ સેલીબ્રીટી શેફ રીપુ દમન હાંડા, શેફ પંકજ બદોરીયા અને શેફ પ્રણવ જોષી ઉ૫સ્થિત રહેશે
આર્ટ ઓફ કુકીંગ દ્વારા રાજકોટમાં ફર્ન હોટલ ખાતે શેફ ઓફ ગુજરાત કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ૧૮૦ લોકોએ ભાગ લીધેલ હતો ર રાઉન્ડમાં કોમ્પીટીશન રાખવામાં આવી હતી. જેમાંથી ૩ લોકોને ફાઇનલ રાઉન્ડ માટે સીલેકટ કરવાના આવશે. બધા પ્રતિયોગીતાઓએ કોમ્પીટીશન રાઉન્ડમા અલગ અલગ ડીશો બનાવી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ કોમ્પીટીશન રાઉન્ડની જજ પેનલમાં રાજકોટની નામચીહન હોટલોના શેફ આવ્યા હતા.
વધુમાં ઓર્ગેનાઇઝર શિવાની મહેતાએ જણાવ્યુઁ હતું કે આ ઇવેન્ટ પાછળનો અમારો હેતુ એ છે કે, ગુજરાતના દરેક ઘરમાં જે રેસીપી ઇન્ડિયન બને છે તેને અમે એક પ્લેટફોર્મ પુરુ પાડવા માંગી છીએ. સામાન્ય રીતે મોટા મોટા કુકીંગ શો થતાં હોય છે પરંતુ અમે ગુજરાતની જે કળા છે. નાના નાના ગામના જે લોકો છે તેઓને અમ આગળ લાવી એક પ્લેટફોર્મ આપવા માંગી છીએ ખાસ ગુજરાતી વાનગીઓ અને ગુજરાતના લોકોને પ્રોત્સાહનઆપવા માટે એક આ ઇવેન્ટનું આયોજન કરેલ છે. રાજકોટમાં પણ અમને ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. સૌરાષ્ટ્રભરના લોકો એ આ ઇવેન્ટમાં ભાગ લીધેલ છે. ભવિષ્યમાં અમે મોટા સ્કેલ પર આ ઇવેન્ટને લઇ જવા માંગીએ છીએ. ખાસ આજની ફાઇનલ કોમ્પીટીશનમાં જજ તરીકે માસ્ટર શેફ સેલીબ્રીટી શેફ રીપુ દમન, હાંડા, શેફ પંકજ બદોરીયા અને શેફ પ્રણવ જોષીને ખાસ ઉ૫સ્થિતિ રહેશે.