રંગૂન ચાલી તેનો ગમ નથી પણ શેફનહી ચાલે તો મને દુ: થશે: સૈફ

કલાકારો:-સૈફ અલિ ખાન, પહ્મપ્રિયા જાનકિરમન, સ્વર કાંબલે, ચંદન રોય સાન્યાલ, શોભિતા ધુલિપાલા કરીના કપૂર (ગેસ્ટ રોલ)

પ્રોડયુસર:-હરિ ઓમ પ્રોડકશન્સ

ડાયરેકટર:-રાજાક્રિષ્ના મેનન

મ્યુઝિમ:- અમિત ત્રિવેદી

ફિલ્મ ટાઇપ:-સોશ્યલ ફેમિલી ડ્રામા

ફિલ્મની અવધિ:-ર કલાક ૧૩ મીનીટ

સિનેમા સૌજન્ય:-કોસ્મોપ્લેકસ

રેટિંગ:- પ માંથી ૪ સ્ટાર

સ્ટોરી:-સૈફ અલિ ખાન (રોશન કાલરા) શેફ છે. ન્યૂયોર્કમાં સારામાં સારી નોકરી, અમેરિકન ડોલરમાં આવક, સુંદર સુશીલ પત્ની અને રન્નાદેએ પહેલા ખોળે દીધેલો દીકરો બધું જ અચ્છો વાના હતું. પરંતુ શોર્ટ ટેમ્પર રોશનની એક ભૂલના કારણે બધું વેરવિખેર થઇ જાય છે. નોકરી – છોકરી (બીબી) અને પુત્ર બધું જ ગુમાવી બેસે છે.

રોશન તિતર બિતર થયેલી ઝીંદગી સમેટવાની ટ્રાય કરે છે. પંજાબી મૂળનો રોશન રીસાયેલી પુત્ર સાથે કોચી જાય છે. જયાંથી તેને ફુડ ટ્રકનો આઇડિયા આવે છે, પત્ની સપોર્ટ કરે છે. પછી ખાધુ પીધું ને રાજ કર્યુ.

એકિંટંગ:-ઓમ કારા પછી સૈફ અલિની આ બીજી માઇલ સ્ટોન ફિલ્મ છે. ફિલ્મ શેફ ને વ્યાપારિક ફાયદો કેટલો મળશે તે એક અલગ બાબત છે પણ સૈફ અલિએ એક પ્રેમાળ પિતા અને પ્રોફેશનલ શેફની ભુમિકા સાથે સંપૂર્ણ ન્યાય કર્યો છે. એક તબકકે નોકરીમાંથી આઉટ કરાયેલો અને પછી પુત્ર સાથેના સંવેદનશીલ દ્રશ્યોમાં સેફ અલી આંખના ખૂણા ભીંજવી ગયો. આવા સંવેદનશીલ મૂવીને પણ સેન્સર બોર્ડ યુ/એ સર્ટિફીકેટ આપ્યું બોલો !!!આ સંપૂર્ણ પણે સૈફની ફિલ્મ છે અને તેની ક્રેડિટ પણ મળવી જોઇએ. સૈફે હમણાં જ કહ્યું  કે – ફિલ્મ ‘રંગૂન’ ની નિષ્ફળતાનો મને ગમ નથી પણ અગર ‘શેફ’ન ચાલી તો મને દુ:ખ થશે.

ડાયરેકશન:-રાજા ક્રિષ્ના મેનન મૂળ તો સાઉથ ઇન્ડીયન ફિલ્મોના ડાયરેકટર છે પરંતુ કે બાલાચંદરની કક્ષાના તેઓ મીનિંગફૂલ સિનેમામાં રૂચી ધરાવે છે. અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી ધરાવતા રાજા ક્રિષ્ના મેનનનો અંગત સંપર્ક નથી પણ તેઓ બેશક લાગણીશીલ સ્વભાવના ઇન્સાન હોવા જોઇએ. ફિલ્મમાં જાણે તેમણે પોતાનું હ્રદય ધરી દીધું છે. સૈફ અને તેના પુત્ર વચ્ચેના સીનમાં જૂજ ક્ષણની ખામોશી હોય કે .ફૂડ ટ્રક લોન્ચ કરતી વેળાનું ફન હોય તમામ દ્રશ્યોમાં રાજા ક્રિષ્ના મેનને આગવો ટપ આપ્યો છે. ફિલ્મનું મ્યુઝિક હીટ હોત તો ! શેફ નવી ઉંચાઇને આંબી શકે તેમ છે.

ઓવરઓલ:-ફિલ્મ ‘શૈફ’ આગલી હરોળ અને મસાલા ફિલ્મોના દર્શકો માટે બિલકુલ નથી. પરંતુ મલ્ટીપ્લેકસીસના દર્શકોએ અચૂક જોવા જેવી ફિલ્મ છે.

સેન્સર બોર્ડે ભલે યુ / એ સર્ટિફીકેટ આપ્યું પણ ફિલ્મમાં એક પણ વલ્ગર સીન કે દ્રિઅર્થી સંવાદ નથી. તો વીક એન્ડમાં ફેમિલી સાથે જોઇ ના ફિલ્મ ‘શેફ’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.