ચીઝ ખાવુ ડાયાબીટીસના દર્દીઓ માટે નુકશાનકારક નહી પરંતુ લાભદાયક હોવાનો સંશોધન રીપોર્ટ
હાલમાં ડાયાબીટીસના રોગતી વિશ્ર્વભરના કરોડો લોકો પીડાઈ રહ્યા છે. ડોકટરો દ્વારા ડાયાબીટીસના દર્દીઓને વધારે કાર્બોહાઈડ્રેટ વાળા વધારે મીઠાશવાળા અને વધારે કેલેરીવાળા ખોરાકથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ડાયાબીટીશના દર્દીઓને વધારે ચરબીવાળા ખોરાક લેવા પર પણ ડોકટરો દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવે છે. ચીઝ એ એવો ખોરાક છે કે જેમાં ડાયાબીટીશના દર્દીઓ માટે પ્રતિબંધીત ગણાતા આ ત્રણેય વસ્તુઓ જોવા મળે છે. પરંતુ તાજેતરમાં થયેલા એક વિશેષ સંશોધનમાં પુરવાર થયું છે કે ચીઝ ખાવાથી ડાયાબીટીશના દર્દીઓને નુકશાન થવાના બદલે લાભ થાય છે.
આ સંશોધનમા જાણવા મળ્યું છે કે ઓછી અને મહત્તમ ચરબીવાળા ચીઝ ખાવાથી બ્લડ સુગરનું લેવલ નિયંત્રીત કરવાની સાથે સાથે ઈસ્યુલીનની સવેદનશીલતામાં સુધારો પણ કરી શકાય છે. વધારે ઈશ્યુલીનની સંવેદનશીલતાના કારણે શરીરના વજન કે ઈન્સ્યુલીનના ઉત્પાદનમાં કોઈ જ બદલાવ કરતુ નથી ૨૦૧૯ના જર્નલ ઓફ ન્યુટ્રીશનલ બાયોકેમેસ્ટ્રીમાં આ સંશોધન રીપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
ઓછી અને મધ્યમ ચરબીવાળા ચીઝ લેવાથી ઈન્સ્યુલીન સંવેદનશીલતામાં વધારો થતો હોવાનો અને ઈન્સ્યુલીન પ્રતિરોધક ઉદરોમાં સીરમ ફોસ્ફોલિપીડ પ્રોફાઈલને શ્રેષ્ઠ બનાવે છે તેવા શિર્ષક સાથે પ્રસિધ્ધ થયેલા આ સંશોધન અહેવાલમાં જણાવ્યું છે કે ઉંદરો પર આ અંગેનું સંશોધન કરવામાં આવ્યું છે.
આ માટે એક ચપટી મીઠા સાથે આ ચીઝ લેવામાં આવ્યું હતુ અલ્બર્ટા યુનિવર્સિટીનાં સંશોધનકારોએ પ્રિ.ડાયાબીટીક ઉંદરો પર આ પ્રયોગ કરીને તેના શરીર પર ઓછા અને મધ્યમ ચરબીવાળા પનીર બંનેના પ્રભાવને જોવો હતો તે બાદ ઈન્સ્યુલીન પ્રતિરોધક એવા એક ઉંદર પર પ્રયોગ કર્યો હતો. કે જેનું શરીરમાં માનવ શરીરના સમાન હતુ આ ઉંદરને મોટી માત્રામાં ચરબી ખવડાવવામાં આવી હતી.
એક સપ્તાહ પછી, ઉંદરોને ત્રણ અલગ અલગ સમુહોમાં વિભાજીત કરીને વિવિધ પ્રકારનાં આહાર ખવડાવવામાં આવ્યા હતા આ આહારોમાં ચરબીની માત્રા સમાન હતી પણ સ્ત્રોતો અલગ અલગ હતા.એક સમુહને ચીઝ વગરની વધારે ચરબીવાળો ખોરાક આપવામાં આવ્યો હતો. બીજા સમુહને વધારે ચરબીવાળો ચેડર ખોરાક જયારે ત્રીજા સમુહને મધ્યમ ચરબીવાળા ચેડર સાથે ઉચ્ચ ચરબીવાળા આહાર આપવામાં આવ્યો હતો. ઉંદરોએ આ ખોરાક આઠ સપ્તાહ સુધી આપવામાં આવ્યો હતો.
જેમાંની ઓછી અને મધ્યમ ચરબીવાળા ચેડર ખોરાક ખાનારા ઉંદરોમાં જોવા મળ્યું હતુ કે આ ઉંદરોમાં ઈન્સ્યુલીન પ્રતિરોધમાં સુધારો થયો છે. આ અભ્યાસે પૂરવાર કર્યું છે કે ચીઝના લાભ તેના ચરબીની માત્રાથી સ્વતંત્ર છે. પરંતુ તેના બદલે કેલશ્યમ કે પ્રોટીન જેવા અન્ય પોષાક તત્વોને શ્રેય આપવામા આવે છે.