આપણે ગુજરાતીઓ ખાવા પીવાના ખૂબ જ શોખીન હોય છીએ, સવાર સવારમાં ચા સાથે ખાખરા, થેપલાં, ગાંઠીયા, ચેવડો જેવો કોરો નાસ્તો તો જોઇએ જ પરંતુ જો ક્યારેક ગરમ નાસ્તાની ઇચ્છા થાય તો ? આજે તમારી સમસ્યાનો પણ ઉકેલ અમે લાવી ગયા છીએ. તો જટપટ નોંધી લો ફટાફટ બની જાય તેવી ટેસ્ટી અને હેલ્ધી વાનગીઓ….
મેંદુવડા
સામગ્રી :
– બે કપ અડદ દાળ
– ૧ જીરું
– ૧ ટી સ્પુન આદું
– ટી સ્પુન અઘકચરા મરી
– એક ઝીણી સમારેલી ડુંગળી
– અડધુ ઝીણું સમારેલું મરચું
– મીઠુ સ્વાદાનુસાર
– તેલ તળવા માટે
રીત :
સૌ-પ્રથમ અડદની દાળને ચારથી પાંચ કલાક પલાળી નરમ પીસી લો. પીસતી વખતે જરુર પડે તો થોડું પાણી લેવું જો ખીરુ પાતળું થઇ જાય તો સોજી કે અડદનો લોટ કે ચોખાનો લોટ લઇ શકાય, હવે તેમાં મરી, મરચાં, આદુ, ડુંગળી અને મિઠું મિક્ષ કરો….. ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકો અને તેમાં વડા તળી લેવા. નારિયેળની ચટણી, ચટણી અને સંભાર સાથે સર્વ કરો.