અમદાવાદમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે તંત્ર સતર્ક: રાઈડ્સ માટે દરરોજ પ્રમાણપત્ર લેવાનું રહેશે
આગામી તા.૨૨ થી ૨૬ ઓગષ્ટ દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે યોજાનારા મલ્હાર લોકમેળામાં સુરક્ષાને ધ્યાને રાખી વિશેષ પગલા લેવામાં આવનાર છે. તાજેતરમાં અમદાવાદમાં ઘટેલી દુર્ઘટનાના પગલે આ મેળામાં દરરોજ સવારે રાઈડ્સનું ચેકિંગ કરવામાં આવશે. રાઈડ્સ સંચાલકે રોજે રોજ રાઈડ્સની સેફટીનું પ્રમાણપત્ર મેળવવા આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
રેસકોર્સના મેદાનમાં દર વર્ષે જન્માષ્ટમી નીમીતે લોકમેળો યોજવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ આગામી તા.૨૨ થી ૨૬ ઓગષ્ટ દરમિયાન મલ્હાર લોકમેળાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વધુમાં તાજેતરમાં અમદાવાદ ખાતે રાઈડ્સની જે દુર્ઘટના ઘટી છે તેને પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. મેળામાં રાઈડ્સ અંગેની કોઈપણ દુર્ઘટના ન સર્જાય તે દિશામાં વહીવટી તંત્ર પગલા લેવાનું છે. મળતી માહિતી પ્રમાણે યાંત્રીક રાઈડ્સ સમીતીના અધ્યક્ષ તરીકે કાર્યપાલક ઈજનેર એન.ડી.પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ દ્વારા દરરોજ સવારે રાઈડ્સનું ચેકિંગ હા ધરવામાં આવનાર છે. દરરોજ રાઈડ્સના સંચાલકે તેમની પાસેી રાઈડ્સની સેફટીનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. આમ રાઈડ્સ અંગે કોઈ દુર્ઘટના ન બને તે માટે લોકમેળામાં તંત્ર દ્વારા પુરી તકેદારી રાખવામાં આવનાર છે.