પાણીની પાઇપલાઇનમાં છેડછાડ કરી બેસુમાર પાણી ચોરી
સુરેન્દ્રનગર પાણી પુરવઠા વિભાગ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા 38 જેટલા ગેરકાયદેસર કનેક્શનઓને જોડાણો પાણી ચોરી કરતા ઝડપાયા છે ત્યારે સુરેન્દ્રનગર થી થાન સુધીના વિસ્તારમાં 38 જેટલા ગેર કાયદેસર જોડાણ ધરાવતા કનેક્શનનો ઝડપાયા બાદ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા અને પી.આર વિભાગ દ્વારા સ્થાનિક પોલીસને ગુનો દાખલ કરવા અંગે ભલામણ કરવામાં આવી હતી પુરાવાઓ સાથે ભલામણ કરવામાં આવી હોવા છતાં પણ પોલીસ ફરિયાદ દાખલ ન કરવામાં આવતા અંતે પી.આર વિભાગ અને પાણી પુરવઠા તંત્ર દ્વારા જિલ્લા પોલીસ વડાને પત્ર લખવામાં આવ્યો છે.
ઉનાળાના પ્રારંભિક સમયગાળામાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટી અને વિકટ સમસ્યાએ પાણી સમસ્યા બની છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને બે કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા જવું પડી રહ્યું છે તેને સરકાર દ્વારા જે મોટી પાઇપલાઇનનો નાખવામાં આવી છે જેના મારફતે નર્મદાની કેનાલો થી અથવા સીધા કનેક્શન આપી અને સંપમાં પાણી ઠલવાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને તે લગભગ જિલ્લાના 73% ગામડાઓમાં કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર થાન સુધી ચેકીંગ કામગીરી કરવામાં આવ્યા બાદ 38 જેટલા જોડાણો ગેરકાયદેસર ઝડપાયા છે તેના મામલે સ્થાનિક પોલીસને જાણ કરવા માં આવી હોવા છતાં પણ ગુનો દાખલ કરવામાં ન આવ્યા હોવાનો ધડાકો થયો છે આ મામલે પી.આર વિભાગ અને પાણી પુરવઠા વિભાગ એ જિલ્લા પોલીસવડા ને પત્ર લખી અને તાત્કાલિક પાણી ચોરી કરતા તત્વો સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણી કરી છે.
ચાલુ વર્ષે ગ્રામીણ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની પાણી સમસ્યા ન સર્જાય તે પ્રકારે પાણી પુરવઠા તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે પી.આર વિભાગ અંતર્ગત આવતા ગ્રામીણ વિસ્તારોના સંપોમાં રોજનું 80 માઈલ ક્યુ શેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને તમામ સંપો ભરવામાં આવી રહ્યા છે તમામ સુરેન્દ્રનગરના ડેમમાંથી જે લાઈનો આપેલી છે તેના મારફતે પાણી ભરવામાં આવી રહ્યું છે ગ્રામીણ વિસ્તારોના લોકોને સંપમાંથી પીવાનું ચોખ્ખું પાણી ઉનાળાની સિઝનમાં પણ મળી રહે તેવા પ્રયાસો તંત્રના ચાલુ છે
પરંતુ વચ્ચે પાણી ચોરી થઈ જતી હોય અને લાઈનોમાં છેડછાડ કરી અને ઔદ્યોગિક એકમો તથા ખેતી વપરાશ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવતા હોવાનો ધડાકો થઈ રહ્યો છે સુરેન્દ્રનગર થી છોડેલું પાણી જ્યારે સંપ સુધી પહોંચે ત્યારે 30% જેટલો પાણીનો ઘટાડો થઈ જતો હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે આ પાણી વચ્ચેથી ક્યાં જાય છે અને કેવી રીતે ઘટાડો આવે છે તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે.