ચેકિંગ દરમિયાન વોર્ડ નં.૪માં ૭, વોર્ડ નં.૫માં ૧૩, વોર્ડ નં.૬માં ૮, વોર્ડ નં.૧૫માં ૨, વોર્ડ નં.૧૬માં ૧૧ અને વોર્ડ નં.૧૮માં ૬ અને સેન્ટ્રલ ઝોનમાં ૧૩ સફાઈ કામદારો રજા લીધા વિના ગેરહાજર: એક દિવસનો પગાર કપાયો
મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીની કડક સુચના બાદ આજે સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા અલગ-અલગ વોર્ડ ઓફિસમાં સફાઈ કામદારોની હાજરીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૬૦ કામદારો રજા લીધા વિના ગેરહાજર હોવાનું જણાતા તમામને નોટિસ ફટકારી એક દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે ઈસ્ટ ઝોન વિસ્તારમાં અલગ-અલગ વોર્ડમાં હાથ ધરવામાં આવેલા સફાઈ કામદારોના ચેકિંગ દરમિયાન વોર્ડ નં.૪માં વિજયાબેન સોલંકી, સોનલબેન કબીરા, રાજીબેન વાઘેલા, ચેતન પરમાર, સારીકાબેન સોલંકી, રોહિત બારૈયા અને રેખાબેન વાઘેલા, વોર્ડ નં.૫માં પરસોતમ ચુડાસમા, સવજીભાઈ પુરબીયા, જસવંતીબેન વાઘેલા, મંજુલાબેન મકવાણા, અશ્ર્વિનભાઈ ચૌહાણ, સોનલબેન વાઘેલા, સંજય ચૌહાણ, અતુલ ઢાંકેચા, ભરત જેઠવા, લલિતાબેન ઝાલા, ભાનુબેન રામજીભાઈ, સંજય રાઠોડ અને મેનાબેન સોઢા ગેરહાજર હોવાનું પકડાયું હતું.
વોર્ડ નં.૬માં ઉકાભાઈ ગોહેલ, શારદાબેન અમરશીભાઈ, ભાવનાબેન દિલીપભાઈ, બાલાભાઈ બચુભાઈ, બિપીન ભીખાભાઈ, સંજય નાથાભાઈ, ધીરૂભાઈ કડીયલ અને મોંઘીબેન બારૈયા, વોર્ડ નં.૧૫માં અશોક નારોલા અને કારીબેન સોઢા, વોર્ડ નં.૧૬માં જમનાબેન લઢેર, અરવિંદ શિંગાળા, રવજીભાઈ દલીયા, મનુભાઈ સોલંકી, અશોકભાઈ શિંગાળા, રવિભાઈ વાઘેલા, ગીતાબેન હજારા, રમેશભાઈ જેઠવા, ભીખુભાઈ વાઘેલા, વિજયભાઈ મકવાણા અને દિપકભાઈ વાઘેલા જયારે વોર્ડ નં.૧૮માં ગૌરીબેન ઘાવરી, પ્રવિણભાઈ સોઢા, કિશોરભાઈ વાઘેલા, દિનેશભાઈ પુરબીયા, દલાભાઈ મુછડીયા અને યોગેશભાઈ નૈયા ચેકિંગ દરમિયાન રજા લીધા વગર ગેરહાજર હોવાનું માલુમ પડતા તમામ ૪૭ કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને એક દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો છે.
નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભભાઇ જીંજાળાની સુચના અનુસાર આજે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના મઘ્ય-ઝોનના જુદા જુદા દરેક વોર્ડ ઓફીસમાં સફાઇ કામદારશ્રીઓની હાજરી ચેકીંગ કરતા મઘ્ય-ઝોનના દરેક વોર્ડમા વગર રજાએ ગેરહાજર રહેલા કુલ ૧૩ સફાઇ કામદારોને આજરોજ નોટીસ આપવામાં આવેલ છે.