રાજ્યમાં 16 એપ્રિલથી ધો. 10 અને 12ના પેપર ચેકિંગની પ્રક્રિયા શરૂ કરાશે, રાજ્યના જે વિસ્તારને કોરોના હોટસ્પોટ જાહેર કરાયા છે તે વિસ્તારમાં રહેતા શિક્ષકોને પેપર ચેક કરવાની પ્રક્રિયામાં જોડાશે નહીં. ઉપરાંત આ વિસ્તારમાં જો પેપર ચેક કરવાનું કેન્દ્ર હશે તો તેને પણ અન્ય વિસ્તારમાં ટ્રાન્સફર કરાશે.
બોર્ડે તમામ જિલ્લાઓનો જિલ્લા શિક્ષણાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. જે જિલ્લામાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર હશે તે જ જિલ્લાના શિક્ષકોને પેપર ચેક કરવાની ફરજ સોંપાશે.
જો કોઈ શિક્ષક રજાના કારણે અન્ય જિલ્લામાં હોય તો તે પોતે હાલ જે જિલ્લામાં હોય ત્યાં પેપર ચેકિંગની પ્રક્રિયામાં જોડાઈ શકશે.