નજર ચુકવી સેરવી લીધા અને ચોરી કરેલા મોબાઇલ ખોટા નામે વેચાણ થતું અટકાવવા એસઓજી પીઆઇ સીજી જોષી જુદી જુદી ટીમ બનાવી શહેરમાં જૂના મોબાઇલ લે-વેચ કરતા વેપારીઓને ત્યાં ચેકીંગ કરી મોબાઇલ વેચવા આવતી વ્યક્તિઓ પાસેથી ફોટો આઇડી પ્રુફ મેળવી નામ-સરનામા સાથેનું રજીસ્ટર મેઇન્ટેન કરવા સુચના આપી હતી.
એસઓજીએ જુદા જુદા વિસ્તારમાં બપોર સુધીમાં પંદર જેટલી દુકાનો ચેક કરી હતી. જેમા 19 મોબાઇલ વેચનારના નામ-સરનામા અને આડી પ્રુફ મળ્યા ન હતા. પ્રસ્તૃત તસવીરમાં એસઓજી દ્વારા ચાલતી ચેકીંગ કાર્યવાહી નજરે પડે છે.