મલ્ટી વિટામીન અને સપ્લીમેન્ટ ટેબ્લેટના નમૂના લઇ પરિક્ષણ અર્થે મોકલાયાં

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બે મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મલ્ટી વિટામીન તથા સપ્લીમેન્ટ ટેબ્લેટના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

કુવાડવા રોડ પર રણછોડદાસજી બાપુ આશ્રમની સામે મુરલીધર ચેમ્બરમાં આવેલા જીતેશ મેડિકલ સ્ટોર્સમાંથી જીંકોવીટ મલ્ટીવિટામીન, મલ્ટી મિનરલ્સ ટેબ્લેટના નમૂના લેવામાં આવ્યો હતો. જ્યારે લીંબડા ચોકમાં આલાપ બિલ્ડીંગમાં યશ એન્ડ યશ ફાર્મામાંથી ઓક્સિરેટ સપ્લીમેન્ટ ટેબ્લેટના નમૂના લેવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન સાથે લીંબડા ચોક, ચૌધરી હાઇસ્કૂલ રોડ, કસ્તૂરબા રોડ સહિતના વિસ્તારોમાં ખાણીપીણીની 15 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઠંડા-પીણા, મિઠાઇ, દૂધ, ડેરી પ્રોડક્ટ અને ખાદ્ય સામગ્રી સહિત 10 નમૂનાનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. વિનોદ મેડિસીન્સને ફૂડ લાઇસન્સ અંગે તાકિદ કરવામાં આવી હતી. રસિકભાઇ ચેવડાવાળા, જોકર ગાંઠીયા, મધુભાઇ ગોરધનભાઇ ચેવડાવાળા, સિકંદર શીંગ, રાધે-ક્રિષ્ના ફાસ્ટ ફૂડ, સંતોષ નાસ્તા સેન્ટર, ડી.કે. એન્ટરપ્રાઇઝ (અમૂલ પાર્લર), ગુરુકૃપા પેંડાવાળા, કચ્છ-ખાવડાવાળા સ્વીટ એન્ડ નમકીન, ડેઝર્ટ ડેન, રાજપેલેસ કોલ્ડ્રીંક્સ, યુફ્રેશ, પ્રભુકૃપા ફૂડ ઝોન એન્ડ આઇસક્રીમ અને બજરંગ પાન એન્ડ કોલ્ડ્રીંક્સમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.