કોરોનાના કેસ વધતા મ્યુ. તંત્ર આકરા પાણીએ
લાયસન્સ, રજીસ્ટ્રેશન વગર ધંધો કરનારા સાત ધંધાર્થીઓને નોટિસ
૯૯ કિલો વાસી સમોસા, કચોરી, ચટણી, મંચુરીયનનો નાશ કરાયો
વડોદરામાં કોરોનાનોરોગચાળો ફેલાતો અટકાવવા માયે મહાપાલીકાએ વાસી અને અખાધ ચીજવસ્તુઓનું ચેકીંગ કરી ૯૯ કિલો ચટરી, ફરસાણ, સમોચા, કચોરી બટેટા, પાણીપુરીનું પાણી, ચીકન, મંચુરીયન ફૂડ વગેરેનો
નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દુકાનો બંધ કરાવી હતી તેમ વડોદરા નગરપાલીકાની યાદીમાં જણાવાયું છે.
વડોદરા શહેર વિસ્તારમાં હાલ કોવિડ ૧૯ અનુલક્ષીને હાલમાં લોકડાઉનમાં છૂટછાટ મળેલ છે. ત્યારે ખાધ ચીજનાં ફૂડ બીઝનેશ ઓપરેટરો દ્વારા જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારીને ધ્યાનેઈ ફૂડ સેફટી એન્ડ સ્ટાંડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા કોરોના વાયરસ કોવિડ અનુલક્ષીને લોકડાઉનમાં છૂટછાટ મળેલ હોઈ ખાધ વ્યવસાય માટે આહાર સ્વચ્છતા (ફૂડ હાઈજીન) અને સુરક્ષા માર્ગદર્શન સહિત (સેફટી ગાઈડલાઈન) મુજબ ખાધ વ્યવસાય કરવાનો રહે છે.
ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફીસરોની ૪ ટીમો બનાવી આર.સી.દત્ત રોડ, ઉમા ચાર રસ્તા, વાઘોડીયા રોડ, સુશેન તરસાણી, બરોડા ડેરી રોડ, કમાટીબાગ વિસ્તારની ૯૮ લારી તથા ફૂડ વેન્ડીંગ એસ્ટાબ્લીશમેન્ટ તેમજ દુકાનો, પાનના ગલ્લામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ કોવિડ ૧૯ એસ.ઓ.પી.ન અસુરતા ૫ દુકાનો બંધ કરાવવામા આવી હતી. તેમજ ૭૭ કિલો અનહાઈજેનીક ફૂડ જેવા કે ચટણી, સમોસા, કચોરી, પોટેટો, પાણી પુરીનું પાણી, ચીકન, મંચુરીયન ફૂડ કલર વિગેરેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ કોવિડ ૧૯ને અનુલક્ષીને ૯ નોટીસ તેમજ લાયસન્સ/રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા ૭ ફૂડ બીઝનેશ ઓપરેટરોને નોટીસ આપવામાં આવી હતી.