૧૩૧ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરાયો: ૧૧૦ વેપારીઓ પાસેથી રૂ ૯૭૭૦૦નો દંડ વસુલાયો :આરોગ્ય શાખા અને સોલીડવેસ્ટ શાખાની સંયુક્ત કામગીરી
શહેરમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના વેંચાણ-સંગ્રહ કે ઉત્પાદન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છતાં વેપારીઓ છડેચોક પ્લાસ્ટીકનો ઉપયોગ કરી રહયાં છે. આજે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાન શોપ અને ચાની દુકાનોમાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં ચા દેવા માટે વપરાતા અને જન આરોગ્ય માટે અતિ જોખમી એવા ૨૭૪૦૦ પ્લાસ્ટીકના કપ જપ્ત કરવામાં આવ્યા હતા અને ૧૧૦ વેપારીઓ પાસેી ‚ા.૯૨૭૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૩૪ પાન શોપ અને ચાની દુકાનોમાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં ૩૪ કિલો પ્લાસ્ટીકનો જથ્ો અને ૮૫૦૦ ચાના પ્લાસ્ટીકના કપ જપ્ત કરી વેપારી પાસેી ‚ા.૨૫૭૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જયારે વેસ્ટઝોન વિસ્તારમાં ૨૮ પાન અને ચાની દુકાનોમાં ચેકિંગ દરમિયાન ૩૨ કિલો પ્લાસ્ટીકનો જથ્ો અને ૩૩૦૦ નંગ ચાના પ્લાસ્ટીકના કપ જપ્ત કરી ‚ા.૨૫૨૦૦ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી. જયારે ઈસ્ટઝોન વિસ્તારમાં ૪૮ ચા અને પાનની દુકાનોમાં ચેકિંગ દરમિયાન ૬૫ કિલો પ્લાસ્ટીકનો જથ્ો અને ૧૫૬૦૦ નંગ પ્લાસ્ટીકના ચાના ગ્લાસ જપ્ત કરી વેપારીઓ પાસેી ‚ા.૪૧૭૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આજે ત્રણેય ઝોનમાં કુલ ૧૧૦ પાન અને ચાની દુકાનોમાં ચેકિંગ હા ધરી ૧૩૧ કિલો પ્લાસ્ટીક અને ૨૭૪૦૦ ચાના કપનો જથ્ો જપ્ત કરી ‚ા.૯૨૭૦૦ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ ચા અને પાનની દુકાનમાં ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.