૬૦૦ કિલો કેરી, ૩૦૦ કિલો ચીકુ અને ૮ કિલો કાર્બાઈડનો નાશ: ૫ વેપારીઓ ઝપટે

જનઆરોગ્ય માટે અતિ જોખમી એવા કેલ્શીયમ કાર્બાઈડથી કેરી સહિતના ફળો પકાવતા વેપારીઓને ત્યાં આજે કોર્પોરેશન દ્વારા સતત બીજા દિવસે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના પરાબજાર મેઈન રોડ પર લાખાજીરાજ શાકમાર્કેટમાં ચેકીંગ દરમિયાન કોર્પોરેશનના અધિકારીઓ અને ફ્રુટના વેપારીઓ વચ્ચે માથાકૂટ સર્જાયાનું જાણવા મળી રહ્યું છે. ચેકિંગ દરમિયાન ૬૦૦ કિલો કેરી, ૩૦૦ કિલો ચીકુ અને ૮ કિલો કાર્બાઈડના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના પરાબજાર વિસ્તારમાં આવેલી લાખાજીરાજ શાકમાર્કેટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રસિકભાઈ મકવાણા, જગદીશભાઈ રામાનુજ, લાલજીભાઈ વસોયા, રસિકભાઈ કાલાવડીયા અને લાખાભાઈ ભરવાડ સહિતના ફ્રુટના વેપારીઓને ત્યાં ચેકીંગ દરમિયાન કાર્બાઈડથી પકાવેલી ૬૦૦ કિલો કેરી, ૩૦૦ કિલો ચીકુનો જથ્થો તથા ૮ કિલો કેલ્શ્યિમ કાર્બાઈડનો નાશ કરવામાં આવ્યો હતો.

ચેકીંગ દરમિયાન આરોગ્ય શાખાના અધિકારીઓને ફ્રુટના વેપારીઓ વચ્ચે જબરી માથાકુટ સર્જાયાનું જાણવા મળી રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.