“પ્લાસ્ટીકના કચરાનો લાંબા સમય સુધીનાશ થઇ શકતો નથી અને તેથી આપનું પર્યાવરણને બચાવવા શહેરીજનો પણ વહીવટી તંત્રને સહયોગ આપે તે ખુબ જ આવશ્યક છે. .” – શ્રી બંછાનિધિ પાની
“પાન-માવાના પ્લાસ્ટીકને કારણે પણ શહેરમાં કચરો જનરેટ થાય છે તેમજ પર્યાવરણને પણ મોટું નુકશાન થાય છે. આવી સ્થિતિમાં પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ થાય તે જરૂરી છે.” – શ્રી ઉદયભાઈ કાનગડ
”સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા ઘ્વારા શહેર માં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુ થી કોઇ૫ણ ઝાડાઇના પાન માવા પ્લાસ્ટીક સંગ્રહ, વેચાણ, વ૫રાશ ૫ર મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા તાજેતરમાં જ સંપુર્ણ પ્રતિબંઘ ફરમાવેલ છે. જે અનુસંધાને રાજકોટ શહેરમાં ત્રણેય ઝોનમાં મહાનગરપાલિકાનિ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પાન-માવાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે.
“હાલ મહાપાલિકા દ્વારા “વન ડે વન વોર્ડ” સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવી રહેલ છે. પાન-માવાના પ્લાસ્ટીકને કારણે પણ શહેરમાં કચરો જનરેટ થાય છે તેમજ પર્યાવરણને પણ મોટું નુકશાન થાય છે. આવી સ્થિતિમાં પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ થાય તે જરૂરી છે” તેમ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન શ્રી ઉદયભાઈ કાનગડએ જણાવેલ છે.
“પ્લાસ્ટીકના કચરાનો લાંબા સમય સુધીનાશ થઇ શકતો નથી અને તેથી આપનું પર્યાવરણને બચાવવા શહેરીજનો પણ વહીવટી તંત્રને સહયોગ આપે તે ખુબ જ આવશ્યક છે.” તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
વેસ્ટ ઝોન ખાતે પાન માવા પ્લાસ્ટીક જપ્ત કરવાની ઝુંબેશ રૂપે કામગીરી
પાન માવા પ્લાસ્ટીક વા૫રવા સામે પ્રતિબંઘ હોવા છતા વેસ્ટ ઝોન ખાતેના યુનીવર્સીટી રોડ, કાલાવડ રોડ, નાનામવા રોડ, ૧૫૦ ફુટ રોડ, મવડી રોડ, મવડી ગુરૂકુળ રોડ, ગ્રીન સીટી રોડ ૫ર આવેલ કુલ ૯૮ પાન માવા દુકાનો દ્વારા પાન માવા પ્લાસ્ટીક વ૫રાશ કરવામાં આવતા મુખ્યત્વે ખેતલાઆપા, પાનવાલા, જયસીયારામ, આશાપુરા, ડીલકસ, ગણેશ સેલ્સ એજન્સી, પી. ૫ટેલ સેલ્સ એજન્સી, ખોડીયાર પાન, સરદાર પાન, નીલેશ પાન, શિવમ પાન, વાડીનાથ ડીલકસ, શ્રઘ્ઘા સેલ્સ એજન્સી, રાકેશ સેલ્સ એજન્સી, કે.પટેલ એજન્સી, મોમાઇ ડીલકસ, પટેલ પાન, દિ૫ પાન, ગેલેકસી પાન, પ્રીન્સ પાન, શુભમ ડીકલસ પાન, ચંદન પાન, ઉમીયાજી પાન, વગેરે પાન માવા દુકાનઘારકો પાસેથી પાન માવા પ્લાસ્ટીક જપ્ત કરી નીચેની વિગતે વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
જપ્ત કરેલ પાન માવા પ્લાસ્ટીક
Kg |
વસુલ કરેલ વહીવટી ચાર્જ | વહિવટી ચાર્જ વસુલ કરેલ કુલ દુકાન ઘારકોની સંખ્યા |
૫૧- કિલો પ્લાસ્ટીક | ૨૭,૯૦૦/- (સત્યાવીસ હજાર નવસો પુરા) | ૯૮ |
ઉ૫રોકત કામગીરી રાજકોટ મહાનગરપાલીકા કમિશ્નર સાહેબના આદેશ અન્વયે ઇસ્ટ ઝોન નાયબ કમિશ્નર ગણાત્રા સાહેબના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના નાયબ ૫ર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર ની દેખરેખ માં કુલ ત્રણ ટીમો મારફત મદદનીશ ઇજનેર ભાવેશ ખાંભલા, રાકેશ શાહ ની હાજરીમાં વેસ્ટ ઝોન સેનેટરી ઇન્સ્પેકટર કેતન લખતરીયા પીયુષ ચૈાહાણ, સંજયભાઇ દવે, તથા એેસ.એસ.આઇ સંજય ચાવડા, બાલાભાઇ, ઉદયસિંહ તુવરા, વિશાલભાઇ મયુરભાઇ, વિમલભાઇ, ગૈાતમભાઇ નિતીનભાઇ, ભાવનાબેન વગેરે દ્વારા કરવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોન ખાતે પાન માવા પ્લાસ્ટીક જપ્ત કરવાની ઝુંબેશ રૂપે કામગીરી
આજ રોજ તા. ૦૭-૦૭-૨૦૧૮ નાં રોજ પુર્વ-ઝોનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પુર્વ-ઝોનમાં આવેલ કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, કોઠારીયા રોડ, હરીધવા માર્ગ વગેરે પર પાન પીસ જપ્ત કરવાની ઝુંબેશ કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.
ક્રમ નં. | રોડનું નામ | જપ્ત કરેલ પ્લાસ્ટીક પાન પીસ (કિ.ગ્રા.) | વસુલેલ વહીવટી ચાર્જ | આસામીઓની સંખ્યા |
૧ | કુવાડવા રોડ | ૫.૦ | ૩૬૫૦/- | ૧૪ |
૨ | પેડક રોડ | ૬૦.૨૫ | ૬૬૦૦/- | ૦૪ |
૩ | સંત કબીર રોડ | ૭.૮૦ | ૨૭૫૦/- | ૦૫ |
૪ | કોઠારીયા રોડ | ૫.૬ | ૨૬૫૦/- | ૧૦ |
૫. | હરીધવા માર્ગ | ૧.૯ | ૧૮૦૦/- | ૦૮ |
કુલ | ૮૦.૫૫ | ૧૭,૪૫૦/- | ૪૧ |
ઉક્ત કામગીરી કમિશ્નરશ્રીની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નરશ્રી સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેરશ્રી જીજ્ઞેશ વાઘેલા તથા વોર્ડના એસ. આઈ. શ્રી ડી. કે. સીંધવ, શ્રી પ્રફુલ ત્રિવેદી, શ્રી એમ. એ. વસાવા, શ્રી એન. એમ. જાદવ, શ્રી ડી. એચ. ચાવડા તથા વોર્ડના એસ. એસ. આઈ. શ્રી પ્રભાત બાલાસરા, અશ્વિન વાઘેલા, શ્રી એચ. એન. ગોહેલ, શ્રી પ્રતિક રાણાવસિયા, શ્રી પ્રશાંત વ્યાસ, શ્રી ભરત ટાંક, શ્રી જે.બી.વોરા, શ્રી જય ચૌહાણ તથા શ્રી ભુપત સોલંકી ધ્વારા કરવામાં આવેલ હતી.
સેન્ટ્રલ ઝોન ઝોન ખાતે પાન માવા પ્લાસ્ટીક જપ્ત કરવાની ઝુંબેશ રૂપે કામગીરી
સ્વસ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા તથા સફાઈ અંગે જાગૃટી આવે તે માટે, તા. 07/07/2018 ના રીજ રાજકોટના મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેંટ વિભાગના મધ્ય ઝોનના જુદા જુદા વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટર તથા સેનેટરી સબ ઈન્સ્પેકટર ની ટિમ દ્વારા પ્રતિબંધિત પણ, ફાકીનું પ્લાસ્ટિક ચેકિંગ તથા જાહેરમાં ન્યૂસન્સ કરતાં આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
જે દરમ્યાન ગોંડલ રોડ, જંકશન રોડ, મંગલા રોડ, સહકાર રોડ, યાજ્ઞિક રો, કરણપરા, લીંબડા ચોક, વિધ્યાનગર રોડ, લખજીરાજ રોડ, કુલ 123 આસામીઓ પાસેથી 38.800 કી.ગ્રા જેટલું પ્રતિબંધ, પણ, ફાકી, નું પ્લાસ્ટિક તથા રૂ. 41,350 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે.