- ભક્તિનગર પોલીસ અને PGVCL તંત્રની સંયુક્ત કાર્યવાહી
અસામાજિક તત્વો પર તૂટી પડવાના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશને પગલે રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ગુંડા અને આવારા તત્વો પર ધોસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેર ભક્તિનગર પોલીસની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી વીજ ચોરી કરતા ત્રણ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ એમ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે જે ગોહિલ અને વી એલ રાઠોડ તેમજ એએસઆઈ ધર્મેશભાઈ બાલાસરાની એમ કુલ ત્રણ ટીમ બનાવી પોલીસ સ્ટેશનના 17 પોલીસ કર્મચારીઓ તથા પીજીવીસીએલ સોરઠીયાવાડી સબ ડિવિઝનના નાયબ ઇજનેર ડી એસ શિયાણીયા તેમજ કોઠારીયા સબ ડિવિઝનના નાયબ ઈજનેર એસ એમ પટેલની ટીમને સાથે રાખી ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા જંગલેશ્વર, હુડકો, બાબરીયા કોલોની, આનંદનગર અને ઢેબર કોલોનીમાં અવારનવાર ગુના આચરતા 18 ઈસમોના મકાનના વીજ કનેક્શન ચેક કરતા ત્રણ મકાનમાં વીજ ચોરી થતી હોવાની જાણ થતા પીજીવીસીએલ ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.