મુંજકામાં 6 વેપારીઓને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન સાથે મેહુલનગર મેઇન રોડ, નીલકંઠ પાર્ક, કોઠારીયા રોડ વિસ્તારમાં ખાણીપીણીની 18 તથા મુંજકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં 13 દુકાનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ લાઇસન્સ સંદર્ભે 6 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
મુંજકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં રોનક કોલ્ડ્રીંક્સ, રોનક ફૂડ, આર.કે.ડિલક્સ પાન, પ્રમુખ હોટેલ, ઓમ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ અને ગાત્રાળ જનરલ સ્ટોરને નોટિસ આપવામાં આવી છે. બંને સ્થળે મળીને કુલ 31 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કબીર વન મેઇન રોડ પર આરોગ્ય કેન્દ્રની સામે જય જલીયાણ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ અને વિદ્યાનગર મેઇન રોડ પર 5/6 મનહર પ્લોટમાં શ્રી ગાયત્રી ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે મોકલાયો છે.