કર્મચારીઓના પ્રોફેશનલ ટેકસ નહીં ભરનાર કંપની કે શો-‚મને ધડાધડ નોટિસ ફટકારાશે
જકાત નાબુદી બાદ મહાપાલિકાની પોતીકી કહી શકાય તેવી આવક એક માત્ર ટેકસની રહી છે. ત્યારે પ્રોફેશન ટેકસની આવક વધારવા માટે આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા શોપીંગ મોલ, સીનેમાઘર, પેટ્રોલપંપ, ઓટોમોબાઈલના શો‚મ અને ફાઈનાન્સ સહિતની કંપનીઓમાં મોટાપાયે ચેકિંગની કાર્યવાહી હા ધરવામાં આવશે અને નોટિસો ફટકારવામાં આવશે.
પ્રોફેશન ટેકસ બ્રાન્ચ દ્વારા હાલ રજીસ્ટ્રેશનની કામગીરી શ‚ કરવામાં આવી છે. શહેરમાં આવેલી ખાનગી બેંકાે, હોટલ-રેસ્ટોરન્ટ, પેટ્રોલપંપ, ફાઈનાન્સ કંપની, અલગ અલગ ઓફિસો, શોપીંગ મોલ, ઓટોમોબાઈલના શો‚મ અને સિનેમા ઘર કે જયાં વધુ માત્રામાં કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે ત્યાં ચેકિંગની ઝુંબેશ હા ધરવામાં આવશે અને જે કંપની કે એજન્સી કર્મચારીઓના પ્રોફેશન ટેકસ ભરતા ની તેને નોટિસ ફટકારવામાં આવશે. સો સો સ્ળ પર જ તમામની રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવશે. તાજેતરમાં મહાપાલિકાના ૧૫૩ એપ્રેન્ટીશનની ભરતી કરવામાં આવી છે જેને હાલ અલગ અલગ શાખાઓમાં મુકવામાં આવ્યા છે. એપ્રેન્ટીશન પાસે ઓછુ કામ હશે તો તેઓ પાસે પ્રોફેશન ટેકસની રજીસ્ટ્રેશનની કામગીરી પણ કરાવવામાં આવશે.