ત્રણ દિવસમાં હોસ્પિટલોમાં ફાયર સેફટીનું ચેકિંગ કરી રિપોર્ટ આપવા રાજય સરકારનો આદેશ

સુરતમાં ગઈકાલે ટયુશન કલાસીસમાં લાગેલી ભયાનક આગમાં ૨૦ માસુમ બાળકોનાં મોત થયા હતા આ ગોઝારી ઘટના બાદ રાજય સરકારે રાજયભરમાં તમામ શાળા-કોલેજ, ટયુશન કલાસીસ, રેસ્ટોરન્ટ અને હોસ્પિટલમાં ફાયર સેફટીનાં સાધનોની ચકાસણી કરવા આદેશ આપ્યો છે. જેનાં પગલે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ૨૦ ખ્યાતનામ હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં તમામ હોસ્પિટલમાં ફાયર સેફટીનાં સાધન બરાબર હોવાનું માલુમ પડયું હતું.

આ અંગે વધુ માહિતી આપતાં આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, રાજય સરકારનાં આદેશ બાદ આજે આરોગ્ય શાખા દ્વારા સ્ટર્લીંગ હોસ્પિટલ, ગીરીરાજ હોસ્પિટલ, આશીર્વાદ હોસ્પિટલ, સહયોગ હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ, અમૃતા હોસ્પિટલ, લેન્ડમાર્ક હોસ્પિટલ, માં શારદા હોસ્પિટલ, સાર્થક હોસ્પિટલ, સિનર્જી હોસ્પિટલ, ઓલમ્પસ હોસ્પિટલ, સેલસ હોસ્પિટલ, જીનીસીસ હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, યુનિક હોસ્પિટલ, કાલરીયા નર્સીંગ હોમ હોસ્પિટલ, એચસીજી હોસ્પિટલ, સદભાવના હોસ્પિટલ, સૌરાષ્ટ્ર હોસ્પિટલ અને શાંતી હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જયાં તમામ સ્થળોએ ફાયર સેફટીનાં સાધનો હતો. એક માત્ર યુનિક હોસ્પિટલમાં ફાયરનાં સાધનોની એકસપાયરી ડેટ વિતી ગયું હોવાનું માલુમ પડયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.