સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મનીન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ચેકીંગ હાથ ધરી, ગેર કાયદેસર પ્રોહી જુગારના કેસો શોધી કાઢવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ચેકીંગ હાથ ધરી, ગેર કાયદેસર પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા સુચનાઓ કરવામાં આવેલ છે.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. જે.ડી.મહીડા તથા પો.હેડ કોન્સ. નંદલાલભાઈ સાપરા તથા પો.હેડ કોન્સ. રાજેશભાઈ તથા પો.કોન્સ. હરદીપસિહ, હીતુભા વાળા, ગોવીદભાઈ, વિગેરે સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ દરમિયાન હે.કો.નંદલાલભાઈને બાતમી મળેલ કે,ખાડીયા ઞામે પ્રવિણ વશરામ ત.કોળીના ઘર આગળ કેટલાક ઈસમો તીનપતીનો જુઞાર રમે છે, તેવી હકિકત મળતા, ઉપરોક્ત ચુડા પોલીસ સ્ટાફના માણસોની ટીમે રેઈડ કરતા, ચાર આરોપીઓને રોકડા રૂ. 5,660/- તથા જુઞારના સાહિત્ય સાથે પકડી પાડેલ છે.
ચુડા પોલીસ દ્વારા ખાંડિયા ગામે રેઇડ કરી, આરોપીઓ (1) પ્રવિણ ઊર્ફે વિનુ વશરામ રોજાસરા ત.કોળી ઉ.વ. 46, (2) ભરત ઉર્ફે દિનેશ પોપટ વાણીયા વણકર ઉ.વ. 25, (3) વિક્રમ ઞઞજી ભુભાણી ત.કોળી ઉવ. 29 તથા (4) ભરતભાઈ જીવાભાઈ ઞાબુ ત.કોળી ઉવ. 37 રહે. બધા ખાંડીયા ગામ તા. ચૂડાને કુલ રોકડ રૂ. 5,660/- તથા જુગારના સાધનો સાથે પકડી પાડી, ધરપકડ કરી, તમામ મુદ્દામાલ કબજે કરેલ છે.
ચુડા પોલીસ દ્વારા પકડાયેલ તમામ આરોપીઓ વિરૂધ્ધ જુઞાર અંગે ચુડા પોલીસ સ્ટેશનના હે.કો.નંદલાલભાઈ સાપરાએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારાની કલમો હેઠળ ગુન્હો નોંધી, આઞળની તપાસ હે.કો.નંદલાલભાઈ સાપરા ચલાવી રહેલ છે.