- ડીસામાં બનેલ આગની ઘટના બાદ ફટાકડાની દુકાનોમાં હાથ ધરાયું ચેકીંગ
- તંત્ર દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો
- 10 જેટલા વેપારીઓ દુકાનને તાળું મારી રવાના થઇ જતા બંધ દુકાનોને સીલ કરાઈ
- એક દુકાનમાંથી રૂપિયા 96 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
અવારનવાર આગ લાગવાનો બનાવો સામે આવતા હોય છે. કાં…તો ફેક્ટરીમાં, ખેતરમાં, વાહનોમાં, મકાનમાં તેમજ કંપનીમાં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. થોડા દિવસ પહેલા જ બનાસકાંઠાની ડીસા GIDCમાં ફટાકડાના ગોડાઉનમાં ભયંકર બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ ધટનાને ધ્યાનમાં લઈ ગોધરામાં બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનો પર મામલતદાર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ડીસામાં બનેલી આગની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ગોધરામાં બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનો પર મામલતદાર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. 10 જેટલા વેપારીઓ દુકાનને તાળું મારી રવાના થઇ જતા મામલતદાર દ્વારા બંધ દુકાનોને સીલ કરવામાં આવી હતી. જ્યારેં એક દુકાનમાંથી 96 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને અન્ય વેપારીઓને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અનુસાર માહિતી મુજબ, ગોધરાના બગીચા રોડ પર આવેલ ફટાકડાની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાવામાં આવ્યું હતું. તેમજ દારૂખાનું વેચતા વેપારીઓનો સંપર્ક ન થતાં પગલાં લેવામાં આવ્યા હતા. આ દરમિયાં 10 દુકાનો સીલ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.
ડીસામાં બનેલ આગની ઘટના બાદ તંત્ર સફારૂ જાગ્યું છે. તેમજ ગોધરા શહેરના બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનો પર મામલતદાર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તંત્ર દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
10 જેટલા વેપારીઓ દુકાનને તાળું મારી રવાના થઇ ગયા હતા. આ ઉપરાંત મામલતદાર દ્વારા બંધ દુકાનોને સીલ કરવામાં આવી હતી. એક દુકાન ખુલ્લી મળતા તેમાંથી 96 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ અન્ય વેપારીઓને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અહેવાલ : સબીર અલીઠા