ચીફ ઓફિસરની આગેવાનીમાં ૧૯ ટીમો દ્વારા સઘન કામગીરી

સુરતનાં બનાવને પગલે સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટીનાં નામે સઘન હાથ ધરાયેલી કાર્યવાહી માત્ર દેખાવ પુરતી જ હોય તેવું દેખાઈ આવે છે. તબેલામાંથી ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવાનો કોઈ અર્થ રહેતો નથી. તેવી જ રીતે વેકેશનમાં સ્કુલો કે ટયુશન કલાસીસમાં ચેકિંગ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. ચેકિંગનાં નામે કલીનીકો અને રેસ્ટોરન્ટોને નોટીસ ફટકારી તંત્ર કામ કર્યાનો શ્વાસ લેશે.

સમગ્ર ગુજરાતમાં બે દિવસ પહેલા સુરતનાં સરથાણા જકાતનાકા પાસે ટયુશન કલાસીસમાં જે આગ લાગી તેમાં ૨૧ જેટલા ભુલકાઓ વિના વાંકે મોતનાં મુખમાં ધકેલાઈ જતાં સમગ્ર રાજયમાં આક્રોશ વ્યાપી ગયો છે. આ બનાવ અને પ્રજાનાં આક્રોશથી રાજય સરકારે સમગ્ર રાજયમાં ટયુશન કલાસીસ, રેસ્ટોરન્ટો, હોટલો, દવાખાનાઓ, છાત્રાલયોમાં ચેકિંગ હાથ ધરી જે કાર્યવાહી હાથ ધરેલ છે તે લોકોમાં પણ ટીકાપાત્ર બનેલ છે. તંત્ર દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે મોટેભાગે કર્મચારીઓ બાંધકામોની રજા ચિઠ્ઠા આપવાથી માંડી ફાયર સેફટીનાં એસ.વાય.નાં સર્ટી પોતાની સહીથી જ આપવામાં આવેલા છે તેવા કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે જે લોકો મંજુરી આપેલ છે તેવા જ લોકો પાછળથી તપાસ કરવા જાય તો શું તે ખરી કાર્યવાહી કરી શકશે તેવો લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે.

બે દિવસની સઘન ચેકિંગ ઝુંબેશને લઈ ઉપલેટા નગરપાલિકા દ્વારા પણ ચીફ ઓફિસરની આગેવાનીમાં ૪૮ જેટલા કર્મચારીઓની જુદી-જુદી ૧૯ ટીમો બનાવી રેસ્ટોરન્ટો, ટયુશન કલાસીસ, છાત્રાલયો, સ્કુલો, દવાખાના સહિત ૧૨૬ જગ્યાએ ચેકિંગ હાથ ધરાયું હતું. બે દિવસના સઘન ચેકિંગ દરમિયાન તંત્ર દ્વારા જવાબદારો સામે આજે નોટીસો કાઢી ફાયર સેફટીનાં અભાવ બાબતે શા માટે કાર્યવાહી ન કરવી તેવો ડોઝ અપાઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. જયારે શહેરનાં પ્રબુઘ્ધ વાલીઓ અને શિક્ષણવિદો દ્વારા એક એવી ચર્ચાએ પણ જોર પકડયું છે કે શહેરમાં વિવિધ જગ્યાએ શાળામાં રમત-ગમતનાં મેદાનો પણ નથી. અમુક શાળાઓનો કોમર્શીયલ દુકાનો ભાડે રાખી ચલાવાઈ રહી છે ત્યારે ફાયર સેફટીની વાતો જ કયાં કરવી.

સ્કુલોમાં અમુક અધિકારી દ્વારા ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે ત્યારે આ બાબત કેમ ધ્યાનમાં આવતી નથી. અમુક સ્કુલો રહેણાંક મકાનમાં ભાડે રાખી ગણ્યા ગાંઠયા રૂમોમાં ચલાવાઈ રહી છે ત્યારે આવી સ્કુલ સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવા પ્રશ્ર્ન વાલીઓ, પ્રબુઘ્ધ નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે. હાલમાં મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી ફાયર સેફટી કોઈ જોગવાઈઓ નથી જે સ્કુલોમાં છે તે નામ પુરતી જ છે ત્યારે તંત્ર દ્વારા હવે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું છે.

ઉપલેટા: ફાયર સેફટીની જેમ સ્કુલ વાહનોની સલામતી પર તંત્રએ ધ્યાન આપવા વાલીઓની માગ

સ્કુલ બસ, રીક્ષા, મારૂતીવેન સહિતના વાહનોમાં પાસિંગ કરતા બમણા વિદ્યાર્થીઓને બેસાડાઈ છે તેની સામે તંત્રની કોઈ જ કાર્યવાહી નહિ 

PhotoGrid 1558898847023

સુરત શહેરમાં બે દિવસ પહેલા ફાયર સેફટીના અભાવે ટયુશન કલાસીસમાં જતા ૨૧ જેટલા વિદ્યાર્થીઓના જીવન દિપ બુઝાઈ ગયા તેવીજ રીતે સ્કુલના વાહનોમાં પણ દફતરની જેમ વિદ્યાર્થીઓને લટકાવી જઈ રહેલા વાહનો સામે કોઈ કાર્યવાહી ન કરવાને કારણે ગમે ત્યારે ભયંકર અકસ્માત થવાનો સંભવ રહે છે. ત્યારે આની પાછળ જવાબદાર કોણ તેવા પ્રશ્ર્ન આજે વાલી જગતમાં પુછાઈ રહ્યો છે. ત્યારે ફાયર સેફટીની સાથે સાથે આવા સ્કુલ વાહનો સામે પણ કાર્યવાહી કરવી જોઈએ.

હાલમાં શહેરોમાં મોટાભાગની સ્કુલોમાં સ્કુલ બસો ન હોવાથી સ્કુલે જતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનો રીક્ષા કે મારૂતીવેન અથવા સ્કુલની બસમાં જતા હોય છે. પણ આ વાહનોની પાર્કિંગ કે ક્ષમતા કરતા ડબલ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. ત્યારે આવા વાહનોમાં અકસ્માત થવાનો સંભવ વધી જાય છે.

આવા વાહનો સામે તંત્રએ ફાયર સેફટી જેવી જ કાર્યવાહી કરવી જોઈએ મોટાભાગનાં રિક્ષાઓ કે મારૂ વેનમાં દફતરની જેમ વિદ્યાર્થીઓને ટીંગાળીને લઈ જવામાં આવે છે.ત્યારે આવા નિદોર્ષ બાળકોનાં મોત પાછળ કોણ તંત્ર જવાબદાર ગણાશે? તેવો પ્રશ્ર્ન લોકોમાં પુછાઈ રહ્યો છે. ત્યારે વેકેશન ખૂલતા જ આવા વાહનો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓમાં માંગણી ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.