બે સ્થળેથી કેક અને પાપડી ગાંઠીયાના નમૂના લેવાયાં 3 કિલો અખાદ્ય ખોરાકનો નાશ બે પેઢીને નોટિસ
અબતક રાજકોટ
કોર્પોરેશન આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે ભક્તિનગર સર્કલથી ત્રિશૂલ ચોક સુધી ગાયત્રીનગર મેઇન રોડ પર ખાણીપીણીની 24 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 3 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો અને બે પેઢીને નોટિસ ફટકારવામાં આવી છે.
આજે ગાયત્રીનગર મેઇન રોડ પર મહાકાળી ચાઇનીઝ એન્ડ પંજાબીમાં વાસી મન્ચુરીયન, રાઇઝ અને નુડલ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જ્યારે અનહાઇજેનિંગ કંડીશન તથા ફુડ લાયસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત બાલાજી મેડીકલ, શિતલ જ્યુસ, વર્ધમાન સ્ટોર, અંકુર ખમણ, મહેશ ડેરી, રાધેશ્યામ ડેરી, જલીયાણ ફરસાણ, શાલીભદ્ર મેડીકલ, આશુતોષ મેડીકલ, અમિત જનરલ અને ગુજરાત બેકરી સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બે પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
સ્વામિનારાયણ ચોકમાં શ્યામ કોમ્પ્લેક્સમાં દુકાન નં.6માં આવેલી કેક એન્ડ જ્યોયમાંથી આલમંડ કૂકીઝનો નમૂનો લેવામાં આવ્યો હતો. જ્યારે 150 ફૂટ રીંગ રોડ પર ખીજડાવાળા રોડ પર આવેલા ચામુંડાનગર-1માં યોગી ફરસાણમાંથી પાલક પાપડીનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યો છે.