આજકાલ સંબંધો ચીટીંગ થવી એ સામાન્ય બાબત બની છે. પરંતુ એ છેતરામણીના કારણે અનેક વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બને છે. એટલે જ એવ ધોખેબાઝ લોકોથી બચવું જોઇએ. અને આ પ્રકારની બેવફાઇ અનેક જખ્મ આપી જાય છે. એક રીસર્ચ પ્રમાણે કેટલાંક ખાસ લક્ષણ ધરાવતી વ્યક્તિ છેતરામણ કરીશકે છે. તો આવો જોઇએ કેવા પ્રકારનાં લક્ષણો ધરાવતી વ્યક્તિથી સંબંધોમાં બચવું જોઇએ.
– છેતરામણીમાં ઓછી ઉંમરનો પણ મહત્વનો ભાગ હોય છે. ઓનલાઇન ડેટિંગ સાઇટમાં મહિલાઓની ચીટ કરવાની ઓછામાં ઓછી વય ૩૬.૬ વર્ષ હોય છે.
– જર્નલ સોફ સેક્સના એક અભ્યાસ મુજબ જે લોકો પાવરફુલ જોબમાં હોય છે. તેનામાં પણ ચીટીંગ કરવાની સંભાવના વધુ હોય છે. જે તેના કોન્ફિડેન્સ પર નિર્ધારીત છે.
– જે લોકો એકવાર છેતરી ચુંક્યા છે તે ઓછામાં ઓછા ત્રણ વાર ફરી છેતરી શકે છે. કારણ કે પહેલીવાર ચીટીંગ દેવાવાળી વ્યક્તિ તેને જસ્ટિફાઇ કરવાનું શિખી જાય છે. અને બીજીવાર તેના માટે બાબત સરળ બની જાય છે.
– સામાજીક, સાઇકોલોજીકલ અને પર્સનાલીટી સાઇન્સમાં છપાયેલાં એક અભ્યાસ મુજબ બહોળા પ્રમાણમાં પોર્ન જોવા વાળા પુરુષો ચીટીંગ કરવાની સંભાવના વધી જાય છે.
– જો કોઇ વ્યક્તિને એ ડર સતાવતો હોય કે તેનો પાર્ટનર તેને છેતરે નહિં તો એ વ્યક્તિમાં પણ ચીટ કરવાની સંભાવના વધી જાય છે.
– અનેક અભ્યાસપના તારણ મુજબ છેતરપીંડીમાં જીન્સ પણ જવાબદાર હોય છે એવા લોકોમાં ઓક્સિટોસિન અને વેસોપ્રેસિનના રિસેપ્ટર ઓછા હોય છે. જે સેક્સ પછીનાં બંધન માટે જવાબદાર હોય છે જેના કારણે એવા લોકો કોઇની પણ સાથે લાગણી વગર જ સેક્સ સંબંધ બાંધે અને પછી છોડી દે છે.